Saturday, July 12, 2025
Google search engine
HomeNewsNationalચાર વિદેશી પર્યટક કોરોના-પોઝિટીવઃ બિહાર હાઈ-એલર્ટ પર

ચાર વિદેશી પર્યટક કોરોના-પોઝિટીવઃ બિહાર હાઈ-એલર્ટ પર

પટનાઃ ચીનમાં કોરોનાવાઈરસ મહામારીની નવી લહેર ફેલાતાં આખી દુનિયામાં ગભરાટ ફેલાઈ ગયો છે. અનેક દેશોમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. ભારતમાં પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યાં એવું માલૂમ પડ્યું છે કે બિહારના ગયા શહેરમાં ચાર વિદેશી પર્યટકને કોરોના થયો છે. એમનો કોરોના ટેસ્ટિંગ રિપોર્ટ પોઝિટીવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

ગયા એરપોર્ટ પર જ ટેસ્ટિંગ કરાતાં 4 વિદેશીને કોરોના હોવાનું માલૂમ પડ્યું હતું. આમાં ત્રણ જણ મ્યાનમારના છે અને એક જણ બેંગકોકથી આવ્યો છે. આ ચારેય જણ એસિમ્પ્ટોમેટિક છે અને એમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular