Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalમોદી સરકારના બજેટમાં ચૂંટણીલક્ષી રાજ્યોને મોટી ભેટ

મોદી સરકારના બજેટમાં ચૂંટણીલક્ષી રાજ્યોને મોટી ભેટ

નવી દિલ્હીઃ મોદી સરકારના સામાન્ય બજેટમાં દેશનાં ચૂંટણીલક્ષી રાજ્યો પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં આ વર્ષે 3500 કિમી નવા હાઇવે બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તામિલનાડુથી માંડીને કેરળ, આસામ અને પશ્ચિમ બંગાળને વિકાસની ભેટ આપવામાં આવી છે. ટેક્સટાઇલ પાર્કથી માંડીને હાઇવે અને ઇકોનોમિક કોરિડોરના એલાનથી તામિલનાડુના રાજકારણના સમીકરણ સાધવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં હાઇવેનો કાયાકલ્પ કરવાની જાહેરાત કરવામાં આવી.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે તામિલનાડુમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ પર રૂ. 1.03 લાખ કરોડ ખર્ચાશે, જેમાં આર્થિક કોરિડોર બનાવવામાં આવશે. કેરળમાં 1100 કિમી લાંબો નેશનલ હાઇવે બનાવવામાં આવશે, જેમાં રૂ. 65,000 કરોડનો ખર્ચ કરાશે. આની સાથે મુંબઈ-કન્યાકુમારી ઇકોનોમિક કોરિડોરનું નિર્માણ કરાશે.

 બંગાળને ખાસ ભેટ

નાણાપ્રધાન નિર્મલા સીતારામને પશ્ચિમ બંગાળને ખાસ ભેટ આપવામાં આવી છે. કોલકાતા-સિલિગુડી માટે નેશનલ હાઇવે પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. આ હાઇવે બનાવવા માટે રૂ. 25,000 કરોડ ખર્ચ કરાશે. આ ઉપરાંત તેમણે પાંચ ફિશિંગ હાર્બરને આર્થિક કામકાજના હબ બનાવવાના રૂપમાં તૈયાર કરાશે.

તામિલનાડુમાં ટેક્સટાઇલ પાર્કનો લાભ

નાણાપ્રધાને બજેટમાં જણાવ્યું હતું કે દેશમાં સાત ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે. આ ક્ષેત્રમાં ભારત નિકાસકર્તા દેશ બનશે. આ પાર્ક ત્રણ વર્ષમાં તૈયાર કરાશે. ટેક્સટાઇલની ભેટથી ગુજરાત અને મહારાષ્ટ્રને સૌથી વધુ લાભ તામિલનાડુ રાજ્ય હશે, કેમ કે અહીં ગારમેન્ટ ઉદ્યોગની ઓળખ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular