Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalભોપાલ પોલીસે હેલ્મેટ ન પહેરનારને લખાવ્યો નિબંધ

ભોપાલ પોલીસે હેલ્મેટ ન પહેરનારને લખાવ્યો નિબંધ

ભોપાલઃ ભોપાલ પોલીસે હેલ્મેટ ન પહેરાનારા લોકોને અનોખી સજા આપી હતી. જે લોકોએ હેલ્મેટ ન પહેર્યું હોય તેવા લોકોને પોલીસે 100 શબ્દોનો નિબંધ લખવા બેસાડી દીધા હતા. નિબંધનો વિષય હતો, “મેં હેલ્મેટ કેમ નથી પહેર્યું”

6 દિવસમાં ભોપાલની પોલીસે કુલ 150 લોકોને બેસાડી નિબંધ લખાવડાવ્યો. 11 જાન્યુઆરીથી શરુ થયેલ રોડ સેફટી વીકનો 17 જાન્યુઆરીએ છેલ્લો દિવસ છે. એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (ACP) પ્રદીપ ચૌહાણે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, આ આઈડિયા પાછળનું હેતુ વાહનચાલકોને હેલ્મેટ ફરજીયાત પહેરવાનું છે. રોડ પર વાહન ચલાવતી વખતે સેફટી ઘણી અગત્યની હોય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular