Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalભાંડો ફૂટતાં TRP ઈસ્યૂ કરવાનું 12-સપ્તાહ મોકૂફ

ભાંડો ફૂટતાં TRP ઈસ્યૂ કરવાનું 12-સપ્તાહ મોકૂફ

નવી દિલ્હીઃ ગેરકાયદેસર રીતે રેટિંગ મેળવવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ રેટિંગ ઈસ્યૂ કરતી એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)એ આગામી ત્રણ મહિનાઓ માટે ટીવી ચેનલો માટે સાપ્તાહિક રેટિંગ ઈસ્યૂ કરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ફેક રેટિંગ અને TRP માટે કરવામાં આવી રહેલા કૌભાંડ પર મોટો વિવાદ ઊભો થયો છે અને એની ચપેટમાં કેટલીક નાની-મોટી ન્યૂઝ ચેનલ આવી છે. જે પછી એજન્સીએ પોતાની સિસ્ટમને સંપૂર્ણ રીતે તપાસ કરવા માટે ત્રણ મહિના સુધી સાપ્તાહિક રેટિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ રેટિંગનો પ્રતિબંધ અંગ્રેજી, હિન્દી અને સ્થાનિક ભાષાઓ અને બિઝનેસ સ્કૂલો પર લાગુ થશે.

BARCએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે BARC સિસ્ટમની તપાસ કરી રહી છે. એના માટે ન્યૂઝની કેટેગરીથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. એજન્સી બધી ન્યૂઝ ચેનલોની સાપ્તાહિક રેટિંગના પબ્લિશિંગને અટકાવી રહી છે. BARCએ પ્રસ્તાવ મૂક્યો હતો કે એની ટેક્નિકલ સમિતિ TRPના ડેટાને માપવાની વર્તમાન સિસ્ટમની સમીક્ષા કરી રહી છે. જેથી એની સંખ્યાકીય ડેટાને વધુ સારા બનાવી શકાય અને એનાથી છેડછાડ કરવાની સંભવિત પ્રયાસો પર પ્રતિબંધ મૂકી શકાય.

શું છે TRP કૌભાંડ?

મુંબઈ પોલીસ અનુસાર કેટલીક ચેનલ્સ સિસ્ટમમાં ઘાલમેલ કરીને રેટિંગ્સ બાબતે છેતરપીંડી કરી રહી હતી. જે ઘરોમાં TRPના મીટર લાગેલાં હતાં, તેમને પૈસા આપીને પોતાની ચેનલ ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. એનાથી BARCના વીકલી રેટિંગ્સ પર ખાસ્સી અસર પડે છે. જોકે જે ચેનલ્સનાં નામ આવ્યાં છે, એમણે આવું કર્યાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે અને પોલીસ પર તેમને ફસાવવાનો આરોપ મૂક્યો છે.

ફેક રેટિંગ મામલે રિપબ્લિક ટીવી સહિત ત્રણ ચેનલોનાં નામ

ફેક રેટિંગ મામલે રિપબ્લિક ટીવી સહિત ત્રણ ચેનલોનાં રેટિંગથી ઘાલમેલ કરવાનો અને એડ રેવન્યુ કમાવા માટે ફેક નેરેટિવ તૈયાર કરવાના આરોપોમાં તપાસ ચાલી રહી છે. રિપબ્લિક ટીવી સિવાય આમાં એક મરાઠી અને એક બોક્સ સિનેમાનું નામ આવ્યું છે. બે ટીવી ચેનલોના માલિકોની ધરપકડ કરવામાં આવી છે અને રિપબ્લિકના ડિરેક્ટર અને પ્રમોટરોની સામે તપાસ ચાલી રહી છે.

રિપબ્લિક ટીવીના CEOથી પૂછપરછ

મુંબઈ પોલીસે 11 ઓકટોબરે રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખનચંદાની અને અન્યથી પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસની પોલીસ તપાસમાં માલૂમ પડ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓમાંથી ચાર કે પાંચ વ્યક્તિઓએ પોતાના બેન્ક ખાતામાં રૂ. 1 કરોડથી વધુ રકમ પ્રાપ્ત કરી હતી. આ વ્યક્તિઓની તપાસ ચાલી રહી છે. જોકે રિપબ્લિક ટીવીએ વારંવાર ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો હતો અને મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ પર ફસાવવાનો આરોપ મૂકતાં પોલીસ કમિશનર પરમબીર સિંહ પર કેસ ચલાવવાની ધમકી આપી હતી.

આ કૌભાંડમાં સૌથી મોટું નામ રિપબ્લિક ટીવીનું આવ્યું છે. ચેનલની સામે એવા કેટલાક દર્શકોના નિવેદન પણ આવ્યાં છે, જેમણે કહ્યું હતું કે તેમને ટીવી ના જોતા સમયે પણ ચેનલ ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું હતું અને પૈસા આપવામાં આવતા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular