Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalચૂંટણીથી ઠીક પહેલાં કોંગ્રેસનાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાયાં

ચૂંટણીથી ઠીક પહેલાં કોંગ્રેસનાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાયાં

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર મોટો આરોપ મૂક્યો છે. કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું હતું કે યૂથ કોંગ્રેસનાં બેન્ક ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસ પાર્ટીનાં પણ ખાતાં સીઝ કરી દેવામાં આવ્યાં છે. ઇન્કમ ટેક્સે યૂથ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી પાસેથી રૂ. 210 કરોડ રિકવરી માગી છે. ચૂંટણીથી ઠીક બે સપ્તાહ પહેલાં જ્યારે વિપક્ષનાં ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવે તો એ લોકતંત્રને ફ્રીઝ કરવા બરાબર છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે વર્ષ 2018-19ના ઇન્કમ ટેક્સ ફાઇલિંગને આધાર બનાવીને કરોડ રૂપિયા માગવામાં આવી રહ્યા છે. આ બહુ શરમની વાત છે. લોકતંત્રની હત્યા છે. કોંગ્રેસ પાર્ટી મેમ્બરશિપ ડ્રાઇવ દ્વારા યૂથ કોંગ્રેસથી નાણાં એકત્ર કરે છે ને એ પણ ફ્રીઝ કરી દેવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે આ પૈસા કોર્પોરેટ જગતથી મળેલા પૈસા નથી. આ ક્રાઉડ ફન્ડિંગના પૈસા છે. એ પૈસા કેન્દ્ર સરકારે ફ્રીઝ કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે સામાન્ય ચૂંટણીની ઠીક પહેલાં ખાતાં ફ્રીઝ કરવાની કાર્યવાહીનો ઉદ્દેશ સંદેહ પેદા કરે છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular