Monday, July 14, 2025
Google search engine
HomeNewsNationalચીન, પાકિસ્તાન બોર્ડરે તહેનાત થશે બેલાસ્ટિક મિસાઇલો

ચીન, પાકિસ્તાન બોર્ડરે તહેનાત થશે બેલાસ્ટિક મિસાઇલો

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ચીન અને પાકિસ્તાન બોર્ડરે પ્રલય મિસાઇલ તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે સેનાને એ માટે 120 પ્રલય બેલાસ્ટિક મિસાઇલો ખરીદવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. એ મિસાઇલ 150થી 500 કિલામીટર સુધી લક્ષ્યને નિશાન બનાવી શકે છે.

ભૂતપૂર્વ CDS બિલિન રાવત બોર્ડર પર રોકેટ ફોર્સ બનાવવા માટે કામ કરી રહ્યા હતા. ડિસેમ્બર, 2021માં સતત બે દિવસમાં બે વાર મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારથી સેના એ મિસાઇલને સામેલ કરવાની દિશામાં કામ કરી રહી હતી. નેવી ચીફ એડમિરલ આર. હરિકુમારે એ વિશેની માહિતી આપી હતી.

પ્રલય મિસાઇલ જમીનથી જમીન પર માર કરવા માટેની ક્વાસી મિસાઇલ છે. આ મિસાઇલમાં નવી ટેક્નોલોજીના ગાઇડન્સ સિસ્ટમમાં સ્ટેટ ઓફ ધ આર્ટ નેવિગેશન એન્ડ ઇન્ટિગ્રેટેડ એવિયોનિક્સ પણ લગાવવામાં આવી છે. DRDOએ વાર્ષિક રિપોર્ટમાં આ મિસાઇલનો ઉલ્લેખ કર્યો હતો. હાલમાં નૌસેનાના વડાએ કહ્યું હતું કે સ્વ બિપિન રાવત રોકેટ ફોર્સ બનાવવા માટે કામ કરી રહ્યા હતા, જેથી સરહદે દુશ્મનને કાઉન્ટર કરી શકાય. પ્રલય મિસાઇલની તહેનાતી આ મિશનનો હિસ્સો છે.

ચીનની પાસે પ્રલયના સ્તરે ડોંગફેંગ 12 મિસાઇલ છે, જ્યારે પાકિસ્તાનની પાસે ગઝનવી એમ-11 અને શાહીન મિસાઇલ છે. ગઝનવી, એમ-11 પાકિસ્તાનને ચીન પાસે મળી છે. ગઝનવી 320 કિલોમીટર, એમ-11 350 કિલોમીટર અને શાહીન 750 કિલોમીટર રેન્જની મિસાઇલો છે. જોકે DRDOએ અત્યાર સુધી પ્રલયની ગતિનો ખુલાસો અત્યાર સુધી નહોતો કર્યો. જોકે પ્રલય મિસાઇલ અન્ય શોર્ટ રેન્જ બેલાસ્ટિક મિસાઇલોની તુલનામાં વધુ ઘાતક છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular