Thursday, August 21, 2025
Google search engine
HomeNewsNationalબદલાપુર દુષ્કર્મ કેસઃ ત્રણ પોલીસ અધિકારી સસ્પેન્ડ

બદલાપુર દુષ્કર્મ કેસઃ ત્રણ પોલીસ અધિકારી સસ્પેન્ડ

થાણેઃ બદલાપુર સ્કૂલમાં વિદ્યાર્થીઓથી યૌન શોષણ મામલે મહારાષ્ટ્ર સરકારે ફરજમાં બેદરકારી માટે ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. CM એકનાથ શિંદેએ પોલીસને થાણે જિલ્લાના બદલાપુરના કસબા સ્થિત એક સ્કૂલમાં બે બાળકીઓ સાથે યૌન ઉત્પીડન મામલે ધરપકડ કરવામાં આવેલા આરોપીની વિરુદ્ધ બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ નોંધવાના નિર્દેશ આપ્યા છે. તેમણે આ મામલે ત્વરિત સુનાવણી કરવાની કરવા માટે નિર્દેશ આપ્યા હતા.

બીજી બાજુ, બદલાપુરમાં શાળાની છોકરીઓના યૌન શોષણ સામે લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. અંબરનાથ અને કર્જત સ્ટેશનો વચ્ચે લોકલ ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, કારણ કે ઘણી મહિલાઓ સહિત વિરોધકર્તાઓ રેલવે ટ્રેક પર આવ્યા હતા અને ટ્રાફિકને અવરોધિત કર્યો હતો.  પોલીસે જણાવ્યું કે વિરોધ હિંસક બન્યો, કારણ કે વિરોધકર્તાઓએ ગયા અઠવાડિયે જ્યાં કથિત ઘટના બની હતી તે શાળામાં તોડફોડ કરી હતી અને બદલાપુર રેલવે સ્ટેશન પર પથ્થરમારો પણ કર્યો હતો.

થાણે પોલીસ કમિશનર આશુતોષ ડુમરે અને જિલ્લા કલેક્ટર બદલાપુર રેલ્વે સ્ટેશન પર આવ્યા છે અને હવે તે બંને લોકોને આશ્વાસન આપી રહ્યા છે કે આરોપીઓને કડક સજા આપવામાં આવશે અને લોકોને રેલવેના પાટા પરથી દૂર જવાની અપીલ કરવામાં આવી રહી છે.

થાણે પોલીસ જનતાને કહી રહી છે કે અહીં  ભીડ છે તે લોકો જુદી-જુદી વાતો કરી રહ્યા છે, આવી સ્થિતિમાં લોકોએ શાંતિથી પોલીસ સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ, જેથી તેમને ખબર પડે કે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ તેની સાથે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલ બંધારણનું સન્માન કરીએ છીએ અને અમે તેમના દેશના લોકો છીએ જેઓ નિયમોને ખૂબ જ મહત્વ આપીએ છીએ, તેથી જે લોકોએ આ ગુનો કર્યો છે તેમની સામે અમે કડક કાર્યવાહી કરીશું.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular