Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalઅયોધ્યા રેલવે સ્ટેશનનું 105 કરોડ રૂપિયામાં મેકઓવર કરાશે: રામ મંદિરની ઝલક દેખાશે

અયોધ્યા રેલવે સ્ટેશનનું 105 કરોડ રૂપિયામાં મેકઓવર કરાશે: રામ મંદિરની ઝલક દેખાશે

અયોધ્યાઃ ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આના ભાગરૂપે પાંચ ઓગસ્ટે અયોધ્યામાં ભૂમિપૂજન થવાનું છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે. ત્યાં જ અયોધ્યામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભારતીય રેલવેએ અયોધ્યા રેલવે સ્ટેશનનો સંપૂર્ણ કાયાકલ્પની યોજના તૈયાર કરી છે, જેના પર કામ શરૂ થવાનું છે.   

અયોધ્યા નગરીનું રેલવે સ્ટેશન પણ એક વિશેષ સ્થાન

મર્યાદા પુરુષોત્તમ રામની પાવન જન્મભૂમિ અયોધ્યા નગરી યુગોથી સંપૂર્ણ વિશ્વ માટે ભક્તિ અને આસ્થાની કેન્દ્રબિંદુ રહી છે. જેથી આ પાવન ભૂમિ પર વિશ્વના લાખો ભક્તોનું અયોધ્યામાં આવગામન થાય છે. આ મહત્તાને કારણે અયોધ્યા નગરીનું રેલવે સ્ટેશન પણ એક વિશેષ સ્થાન રહેલું છે.

મેકઓવર કેવું હશે અયોધ્યા સ્ટેશનનું?

અયોધ્યા સ્ટેશનનું નવીનતમ અને આધુનિક યાત્રી સુવિધાઓથી સુસજ્જ ભવનનું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે. આ ભવન માટે નાણાકીય વર્ષ 2017-18માં 80 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી, જેને હાલમાં વધારીને 104.77 કરોડ કરવામાં આવી છે. આ સ્ટેશન ભવનના નિર્માણ રેલવેના RITES ઉપક્રમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ભવનનું નિર્માણ બે તબક્કામાં

આ ભવનનું નિર્માણ બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મની સંખ્યા એક-બે-ત્રણનું વિકાસ કાર્ય કરવામાં આવશે. બીજા તબક્કામાં નવા સ્ટેશન ભવનનું નિર્માણ અને અન્ય સુવિધાઓનું નિર્માણ કાર્ય, આ સુવિધાઓ અંતર્ગત સ્ટેશનના આંતરિક અને બાહ્ય પરિસરનું નવીનીકરણ કરતાં સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધાઓમાં ટિકિટ કાઉન્ટની સંખ્યાનો વિસ્તાર, ત્રણ AC વિશ્રામાલય, 17 બેડવાળી પુરષ ડોરમેટ્રી સહિત 10 બેડવાળી મહિલા ડોરમેટ્રીની સુવિધા, વધારાના ફૂટઓવર બ્રિજ, ફૂડ પ્લાઝા, દુકાનો, વધારાના શૌચાલય સહિત અનેક સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં નિરંતર પ્રગતિ કાર્ય જારી છે.

આના ઉપરાંત સ્ટેસન પર પર્યટક કેન્દ્ર, ટેક્સી બૂથ, શિશુ વિહાર, VIP લાઉન્જ અને વિશિષ્ટ અતિથિ ગૃહ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિકાસ કાર્ય પ્રગતિ પર છે. આ વિકાસ કાર્યોની સમયાંતરે તપાસ કરતાં સમીક્ષા કરવામાં આવે છે અને યથા  સમયે ઉચ્ચ ગુણવત્તાની સાથે કાર્યને પૂરા કરવા માટે નિર્દેશ આપવામાં આવે છે.

ઉત્તર અને ઉત્તર મધ્ય રેલવેના જનરલ મેનેજર રાજીવ ચૌધરીએ આ બાબતે કહ્યું હતું કે ભગવાન રામની ચરણરજથી સુશોભિત અયોધ્યા નગરીનું મહત્ત્વને ધ્યાનમાં રાખતાં અયોધ્યા રેલવે સ્ટેશનના આધુનિકીકરણ કરતાં એક નવો કાયાકલ્પ કરવાની દિશામાં નિરંતર પ્રયાસ ચાલી રહ્યા છે. જેથી આગામી સમયમાં સંપૂર્ણ વિશ્વને આકર્ષિક કરવા માટે આ સ્ટેશન પર આવાગમન કરવાવાળા શ્રદ્ધાળુઓ અને પર્યટકોને ઉચ્ચ માપદંડોથી સજ્જ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular