Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalભોજશાળામાં ASI સર્વેઃ 1700થી વધુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી

ભોજશાળામાં ASI સર્વેઃ 1700થી વધુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં ધારની ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ પ્રાંગણના સર્વેક્ષણનો રિપોર્ટ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (ASI)એ મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં રજૂ કર્યો હતો. ASIના વકીલ હિમાંશુ જોશીએ જણાવ્યું હતું કે 2000 પાનાંઓનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.

ASIએ સર્વે 22 માર્ચથી શરૂ કર્યો હતો, જે 98 દિવસો સુધી ચાલ્યો હતો. ત્યાં હિન્દુ પક્ષના અરજીકર્તાઓનો દાવો છે કે ASI સર્વેમાં ભોજશાળામાં દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી છે. જેથી હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટથી જલદી સુનાવણી કરવાની માગ કરી છે અને હાઇકોર્ટની સુનાવણી પર સ્ટેની વિરુદ્ધ જલદી સુનાવણી કરવાની માગ કરી છે.

સુપ્રીમ કોર્ટે વિશ્વાસ આપ્યો હતો કે કોર્ટ આ મામલો જોશે. પહેલી એપ્રિલે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની ઇન્દોર બેન્ચ દ્વારા આગળ સુનાવણી પર સ્ટે મૂક્યો હતો. જોકે ASI સર્વેને લીલી ઝંડી આપી હતી. અરજીકર્તા વકીલ વિષ્ણુ જૈને કોર્ટને જણાવ્યું હતું કે હવે હાઇકોર્ટમાં ASI રિપોર્ટ દાખલ કરી દેવામાં આવ્યો છે, ત્યારે સુપ્રીમ કોર્ટ કેસની સુનાવણી કરશે.

ધાર નગરીની ભોજશાળામાં ચાંદી, તાંબા, એલ્યુમિનિયમ અને સ્ટીલના કુલ 31 સિક્કા મળી આવ્યા છે. તપાસ દરમ્યાન કુલ 94 મૂર્તિઓ, મૂર્તિકળાના ટુકડા અને મૂર્તિકલા ચિત્રણની સાથે વાસ્તુશિલ્પ પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત બારીઓ, સ્તંભો અને બીમો પર ગણેશ બ્રહ્મા પોતાની પત્નીઓ સાથે, નૃસિંહ, ભૈરવ, દેવી-દેવતા, માનવ અને પશુ આકૃતિઓ સામેલ છે.

શું છે મામલો?

હિન્દુ ફ્રંટ ફોર જસ્ટિસ નામના સંગઠનની અરજી પર મધ્ય પ્રદેશની હાઇકોર્ટે 11 માર્ચે ASIને ભોજશાળા-કમાલ મૌલા પ્રાંગણમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ ASIએ 22 માર્ચે આ વિવાદિત પ્રાંગણમાં 22 માર્ચે આ વિવાદિત પ્રંગણનું સર્વેક્ષણ શરૂ કર્યું હતું.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular