Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalઆર્યન વિશે કેન્દ્રીયપ્રધાન આઠવલેની શાહરૂખ ખાનને સલાહ

આર્યન વિશે કેન્દ્રીયપ્રધાન આઠવલેની શાહરૂખ ખાનને સલાહ

નવી દિલ્હીઃ કેન્દ્રના સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના પ્રધાન રામદાસ આઠવલેએ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને સલાહ આપી છે કે તે એના પુત્ર આર્યન ખાનને સુધારણા કેન્દ્રમાં મોકલે, જેની મુંબઈમાં ક્રુઝ જહાજ પર ડ્રગ્સ જપ્તીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

એએનઆઈ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ આઠવલેએ કહ્યું કે, આટલી નાની ઉંમરમાં ડ્રગ્સ લેવી એ સારું ન કહેવાય. આર્યન ખાન સમક્ષ ઉજ્જવળ ભવિષ્ય છે. મારી શાહરૂખ ખાનને સલાહ છે કે તે એમના દીકરાને અમારા મંત્રાલય સાથે સંકળાયેલા સુધારણા કેન્દ્રમાં મોકલે જ્યાં વ્યક્તિઓને કુટેવ-મુક્ત કરાવવામાં આવે છે. આર્યન ખાનને જેલમાં રાખવાને બદલે એકાદ-બે મહિનો સુધારણા કેન્દ્રમાં રાખવો જોઈએ. દેશભરમાં આવા અનેક કેન્દ્રો છે. એકાદ-બે મહિનામાં આર્યનની ડ્રગ્સની આદત છૂટી જશે. નવો કાયદો ઘડાવો જોઈએ જે અનુસાર આરોપીને જેલમાં મોકલવો ન જોઈએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular