Wednesday, July 2, 2025
Google search engine
HomeNewsNationalઅરુણાચલમાં સુરક્ષા દળોએ 6 ઉગ્રવાદીઓને ઠાર કર્યા

અરુણાચલમાં સુરક્ષા દળોએ 6 ઉગ્રવાદીઓને ઠાર કર્યા

ઈટાનગરઃ અરુણાચલ પ્રદેશમાં સૌથી મોટા હુમલાની ફિરાકમાં ઘૂસેલા 6 ઉગ્રવાદીઓને સુરક્ષા દળે ઠાર કર્યા છે. ઠાર કરવામાં આવેલા ઉગ્રવાદીઓ પાસે હથિયારોનો મોટો જથ્થો હતો. અસમ રાઈફલ્સ દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનમાં એક જવાન ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ અસમ રાઈફલ્સને ખાનગી માહિતી મળી હતી કે જનરલ વિસ્તારમાં ખોંસામાં નેશનલ સોશલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ(એનએસસીએન-આઈએમ)ના કેટલાક ઉગ્રવાદી છુપાયેલા છે. આ જાણકારીના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.

અસમ રાઈફલ્સ અને અરુણાચલ પ્રદેશ પોલીસની સાથે મળીને સવારે સમય લોંગડિંગ જિલ્લાનાએનગિનૂ ગામમાં સર્ચ ઓપરેશન કર્યુ હતુ. આ દરમિયાન ટીમ અને એનએસસીએન-આઈએમ ઉગ્રવાદીઓની વચ્ચે અથડામણ થઈ હતી.

આ એન્કાઉન્ટરમાં 6 ઉગ્રવાગીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટરમાં અસમ રાઈફલ્સનો એક જવાન ઘાયલ થયો હતો. અથડામણ સવારે 4.30 વાગે થઈ હતી. ઘટના સ્થળ પરથી હથિયારોની સાથે યુદ્ધક જેવી સામગ્રી મળી આવી હતી.

અરુણાચલ  પ્રદેશના ડીજીપીએ જણાવ્યુ હતું કે એન્કાઉન્ટર બાદમાં સ્થળ પરથી 4 એકે 47 રાઈફલ્સ અને 2 ચીની એમક્યૂ કબ્જે કરવામાં આવ્યા હતા. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular