Wednesday, July 2, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્રમાં આ વર્ષે આશરે 300 ખેડૂતોએ કરી આત્મહત્યા

મહારાષ્ટ્રમાં આ વર્ષે આશરે 300 ખેડૂતોએ કરી આત્મહત્યા

મુંબઈઃ મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં ખેડૂતોની આત્મહત્યા અટકવાનું નામ નથી લેતી. આ ક્ષેત્રનો યવતમાળ જિલ્લો રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાના કેસોને કારણે ‘સુસાઇડ કેપિટલ’ તરીકે બદનામ થઈ ચૂક્યો છે. આ વર્ષે મે સુધી અહીં 143 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, એટલે કે છેલ્લા પાંચ મહિનાના 152 દિવસોમાં આશરે પ્રતિ દિન એક ખેડૂતે આત્મહત્યા કરી હતી. રાજ્ય સરકારના ડેટામાં આ માહિતી સામે આવી છે. યવતમાળમાં અત્યાર સુધી 132 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

અમરાવતીમાં સૌથી વધુ ખેડૂતોની આત્મહત્યા

અમરાવતીમાં 2021માં 370 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ 2022માં 349 અને 2023માં 323 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જ્યારે યવતમાળમાં 2021માં આત્મહત્યા કરનારા ખેડૂતોની સંખ્યા 290 હતી.  અહીં 2022 અને 2023માં ક્રમશઃ 291 અને 302 ખેડૂતોએ આપઘાત કર્યા હતા.

આ ખેડૂતોએ ઊપજમાં ઘટાડાને કારણે અને બેન્કિંગ લોનના ઘટાડાને કારણે કેટલાય ખેડૂતો નાની ફાઇનાન્સ કંપનીઓ અથવા શાહુકારો પર નિર્ભર રહે છે, જે ઊંચા વ્યાજ અને આકરી વસૂલાતની ઉઘરાણી કરતા ખેડૂતો આત્મહત્યાનો રસ્તો અપનાવે છે.

મહારાષ્ટ્ર સરકાર વિદર્ભના છ જિલ્લા- અમરાવતી, અકોલા, યવતમાળ, વાશિમ, બુલઢાણા અને વર્ધામાં વર્ષ 2001થી આત્મહત્યા કરનારા ખેડૂતોનો ડેટા જાળવી રહી છે. છેલ્લા બે દાયકામાં 22,000થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. 2024માં અત્યાર સુધી અહીં 486 ખેડૂતોએ આત્મહત્યા કરી ચૂક્યા છે. દેશમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટાથી માલૂમ પડે છે કે 1995 અને 2014ની વચ્ચે 2,96,438 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2014 અને 2022ની વચ્ચે નવ વર્ષોમાં એ સંખ્યા 1,00,474 હતી.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular