Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalરોગચાળાના ઇતિહાસમાં કુંભ મેળાનું શાહી સ્નાન સુપર-સ્પ્રેડર્સ

રોગચાળાના ઇતિહાસમાં કુંભ મેળાનું શાહી સ્નાન સુપર-સ્પ્રેડર્સ

હરિદ્વારઃ વૈશ્વિક આરોગ્યમાં વિશ્વના સૌથી નિષ્ણાતોમાંના એકે કહ્યું હતું કે મોદી સરકારના વૈજ્ઞાનિકોએ સલાહ લેવાથી ઇનકાર કર્યો હતો અને નિર્વિવાદ ડેટા દ્વારા માર્ગદર્શન એ ભારતના હાલના કોરોના રોગચાળાનું એક મુખ્ય કારણ છે. પ્રોફેસર આશિષ ઝાએ કહ્યું હતું કે માર્ચ અને એપ્રિલમાં યોજાયેલા કુંભ મેળાના શાહી સ્નાન વખતે 20થી 30 લાખ લોકો એકઠા થયા હતા, જેમણે માસ્ક નહોતો પહેર્યો અને સામાજિક અંતરનું પાલન પણ નહોતું કર્યું., જે રોગચાળાના ઇતિહાસમાં કોરોના ફેલાવનારા સૌથી મો સુપર-સ્પ્રેડર બન્યા હતા. જોકે ઝાએ એ પણ કહ્યું હતું કે હાલના કોવિ-19ના કેસોમાં ઉછાળા કેટલાક સંકેતો પણ જોઈ શકાય છે, પણ કાળા ડિબાંગવાળા વાદળોની વચ્ચે રૂપેરી કોર હોય છે. દેશમાં હાલ દિન-પ્રતિદિન ચાર લાખથી વધુ કેસો આવ્યા છે, જે અન્ય કોઈ પણ દેશ કરતાં વધુ છે.

તેમણે કહ્યું હતું કે આ વખતે ઉત્તરાખંડમાં યોજાયેલા કુંભ મેળામાં માર્ચના મધ્ય ભાગમાં સુધીમાં મોટી જનમેદની એકઠી થઈ હતી, જેને સરકાર એને ખાળવામાં નિષ્ફળ રહી હતી.

આ કુંભ મેળા માટે વૈજ્ઞાનિકો ઊંડી ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા કે આ મેળો ચેપી પ્રકારના કેસોમાં ઘાતક વધારો કરી શકે છે. જોકે સામે ફેબ્રુઆરીમાં ભાજપમાં ઠરાવ દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે કોવિડ-19ને હરાવ્યો છે અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વડા પ્રધાને કહ્યું હતું કે ભારત અસરકારક રીતે કોરોનાને હરાવશે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular