Saturday, July 12, 2025
Google search engine
HomeNewsNationalસંરક્ષણ મંત્રાલયની સેનાના શસ્ત્રસંરજામની ખરીદીને મંજૂરી

સંરક્ષણ મંત્રાલયની સેનાના શસ્ત્રસંરજામની ખરીદીને મંજૂરી

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે રૂ. 8357 કરોડના સંરક્ષણ સંસાધનો અને મશીનરીની ખરીદીને મંજૂરી આપી દીધી છે, જેમાં વાયુ સુરક્ષા ગોળાબારી નિયંત્રણ રડાર અને જીસેટB ઉપગ્રહની ખરીદી પણ સામેલ છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ અધિગ્રહણ કાઉન્સિલ (DAC)ની બેઠકમાં આ ખરીદીના પ્રસ્તાવોને જરૂરી સ્વીકૃતિ માટે વિનંતી કરવામાં આવી હતી, એમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ નિવેદન મુજબ આ ઉપકરણો અને પ્રણાલીઓના અધિગ્રહણથી સશસ્ત્ર દળોના સંચાલનની તૈયારીઓમાં વધારો થશે અને અને એને વધુ સારાં ઉપકરણો મળશે અને દુશ્મનોનાં વિમાનોની જાણ કરવાની ક્ષમતામાં વધારો થશે. આ ખરીદીને મંજૂરી દેવાની ટેન્ડર પ્રક્રિયા શરૂ થવાનો રસ્તો સાફ થયો છે. મંત્રાલયે કહ્યું હતું કે સંરક્ષણ દળોની બધી આધુનિકીકરણને સ્વદેશી રીતે હાંસલ કરવામાં આવશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular