Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalસિંધિયા ઇફેક્ટઃ કોંગ્રેસમાં દેખાય છે એટલી શાંતિ છે નહીં...

સિંધિયા ઇફેક્ટઃ કોંગ્રેસમાં દેખાય છે એટલી શાંતિ છે નહીં…

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના મહામંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્ય પ્રદેશમાં જે બળવાનું રણશિંગું ફૂંકીને રાજીનામું આપી દીધું એ પછી કોંગ્રેસ પક્ષમાં  ટોચની નેતાગીરી સામે વિરોધી ગણણાટ થવા લાગ્યો છે. એ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે હવે કોંગ્રેસ પક્ષ ક્યાં ઊભો છે અને એનું ભાવિ કેવું છે. મધ્ય પ્રદેશમાં એક અહેવાલ એવો છે કે કમલનાથે તેમના પુત્રમોહમાં સિંધિયાને કોરાણે મૂક્યા હતા. આ સિવાય પણ કોંગ્રેસમાં અસંતોષનો ચરુ ઊકળી રહ્યો છે. કોંગ્રેસમાં જૂના નેતાઓ વિરુદ્ધ વરિષ્ઠ નેતાઓ વચ્ચે ઠંડું યુદ્ધ ચાલી રહ્યું છે.

બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સિંધિયા પર અનેક પ્રકારના આરોપ લગાવ્યા છે, પણ પક્ષમાં એક કરતાં વધુ વિરોધી સૂર ઊઠવા લાગ્યા છે. શું કોંગ્રેસ હવે આ વિરોધી મતને કેવી રીતે હેન્ડલ કરશે?

સચિન પાઇલટનું ટ્વીટ

દેશની સૌથી જૂની પાર્ટીમાં દેશભરમાંથી કોંગ્રેસમાં વિરોધી સૂર ઊઠવા લાગ્યા છે. આમાં રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ સૌથી આગળ છે તેમણે ટ્વીટ કરીને લખ્યું કે હું ઇચ્છું છું કે પાર્ટીમાં આંતરિક બાબતોને સહયોગથી ઉકેલી શકાઈ હોત.

નગમાનું ટ્વીટ અને પાઇટલટનું વળતું ટ્વીટ

 

કોંગ્રેસના એક યુવા નેતા, અભિનેત્રી કમ રાજકારણી નગમાએ પાઇલટના નિવેદનને આગળ ધપાવતાં કહે છે કે આપણામાંના ઘણા કોંગ્રેસીઓમાં અસંતોષ છે, પરંતુ પક્ષ તેને જોવા માટે કોંગ્રેસની ટોચની નેતાગીરી નિષ્ફળ ગઈ છે. તેમણે આક્ષેપ પણ કર્યો હતો કે નેતાઓના વિરોધી સૂરને દબાવી દેવામાં આવે છે અથવા તેમના અવાજોને નજરઅંદાજ કરાય છે. નગ્માએ વધુમાં કહ્યું હતું કે યુવા અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે સંતુલન હોવું જોઈએ.

ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુસ્મિતા દેવે ટ્વીટ

આ  ચર્ચાને આગળ ધપાવતાં ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુસ્મિતા દેવે ટ્વીટના જવાબમાં કહ્યું કે પક્ષમાં યુવાન નેતા વિરુદ્ધ વરિષ્ઠ નેતા કહેવું ખોટું નહીં હોય.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular