Sunday, July 13, 2025
Google search engine
HomeNewsNationalઅમરનાથ યાત્રા 28-જૂનથી શરૂ; 1-એપ્રિલથી રજિસ્ટ્રેશનનો આરંભ

અમરનાથ યાત્રા 28-જૂનથી શરૂ; 1-એપ્રિલથી રજિસ્ટ્રેશનનો આરંભ

જમ્મુઃ આ વર્ષની અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થશે અને 22 ઓગસ્ટ સુધી ચાલશે. યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરૂઆત 1-એપ્રિલથી કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હાના પ્રમુખપદ હેઠળ શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડે ગઈ કાલે યોજેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વખતે દૈનિક તીર્થયાત્રીઓની સંખ્યા 7,500થી વધારીને 10,000 કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાઈરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને યાત્રાના બંને માર્ગ પર હાલ લાગુ કરાયેલી સ્વાસ્થ્ય સુવિધાઓને નવા સાધનો દ્વારા અપગ્રેડ કરવામાં આવશે. પૂજારીઓનું દૈનિક વળતર 1,000 રૂપિયાથી વધારીને રૂ. 1,500 કરાયું છે.

75-વર્ષથી વધુની વયનાં લોકોને અમરનાથ યાત્રામાં સામેલ થવાની પરવાનગી નહીં અપાય.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular