Tuesday, July 1, 2025
Google search engine
HomeNewsNationalત્રીજા તબક્કામાં સરેરાશ 60 % મતદાન, પ. બંગાળમાં વધુ, મહારાષ્ટ્રમાં ઓછું

ત્રીજા તબક્કામાં સરેરાશ 60 % મતદાન, પ. બંગાળમાં વધુ, મહારાષ્ટ્રમાં ઓછું

નવી દિલ્હીઃ  લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 સીટો પર મતદાન થયું હતું, જેમાં પશ્ચિમ બંગાળમાં, આસામ અને ગોવામાં સૌથી વધુ મતદાન થયું હતું, જ્યારે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું મતદાન થયું હતું. આ સાથે ગુજરાતમાં પણ સરેરાશ મતદાન 55 ટકા થયું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, મધ્ય પ્રદેશની નવ, છત્તીસગઢની સાત, બિહારની પાંચ, પશ્ચિમ બંગાળ અને આસામની ચાર-ચાર અને ગોવાની બે સીટો પર સામેલ છે.

ત્રીજા તબક્કા સુધીમાં ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યોમાં આ પ્રમાણે  મતદાન થયું છે. આસામમાં 74.09 ટકા,  બિહારમાં 56 ટકા, છત્તીસગઢમાં 66.90 ટકા, દાદરા નગરહવેલીમાં 65.2 ટકા, ગોવામાં 72.5 ટકા,  ગુજરાતમાં 55.20, કર્ણાટકમાં 66.20 ટકા,  મધ્ય પ્રદેશમાં 62.3 ટકા, મહારાષ્ટ્રમાં 53.4 ટકા,  ઉત્તર પ્રદેશમાં 55.1 ટકા અને  પશ્ચિમ બંગાળમાં 73.9 ટકાનું મતદાન થયું હતું.ત્રીજા તબક્કામાં પાંચ રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ થશે. 93 બેઠકોમાંથી 10 અનુસૂચિત જાતિ અને 11 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આસામ, છત્તીસગઢ, ગોવા, કર્ણાટક અને ગુજરાતની તમામ સીટો પર મતદાન પૂર્ણ થશે. આ દરમિયાન એક રસપ્રદ આંકડો સામે આવ્યો છે.

2019માં  વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન અને શાસક NDA અનુક્રમે આઠ અને 75 બેઠકો જીતી હતી. આ 93 બેઠકોમાંથી એકલા ભાજપે 71 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર ચાર બેઠકો સુધી મર્યાદિત રહી હતી. 2014માં, NDAએ આમાંથી 68 બેઠકો જીતી હતી અને ભારત ગઠબંધન પક્ષોએ 15 બેઠકો જીતી હતી, જ્યારે 11 બેઠકો અન્ય પક્ષોને ગઈ હતી.આજની 93 બેઠકો પર કુલ 1,332 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં ભાજપે સૌથી વધુ 82 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, ત્યારબાદ BSP 79 અને કોંગ્રેસે 68 ઉમેદવારો ઉભા રાખ્યા છે. ગુજરાતમાં 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ રાજ્યમાં સૌથી વધુ 266 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તે પછી, મહારાષ્ટ્ર (11 બેઠકો)માં 258 ઉમેદવારો અને કર્ણાટક (14 બેઠકો)માં 227 ઉમેદવારો મેદાનમાં છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular