Saturday, October 11, 2025
Google search engine
HomeNewsNationalઅમૂલ્યાના પિતાએ પુત્રી વિશે કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

અમૂલ્યાના પિતાએ પુત્રી વિશે કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હીઃ સિટિઝન એમેડમેન્ટ એક્ટ (CAA)ના વિરોધમાં આયોજિત AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવેસીની રેલીમાં મંચ પરથી પાકિસ્તાન ઝિંદાબાદનો સૂત્રોચ્યાર કરનાર અમૂલ્યા મૂળ તો ચિકમંગલૂરના કોપ્પાની રહેવાસી છે. દેશવિરોધી સૂત્રોચ્ચાર કર્યા બાદ એક તરફ દેશભરમાં હંગામો થયો છે, ત્યાં અમૂલ્યાના પિતાને આ બધી વાતોથી કોઈ આશ્ચર્ય નથી થતું. તેમણે વાતચીતમાં અમૂલ્યા વિશે અનેક ચોંકાવનારી વાતો કરી હતી.

અમૂલ્યાનું પૂરું નામ અમૂલ્યા લિયોના નોરોન્હા છે. તે અત્યારે પત્રકારત્વનું શિક્ષણ લઈ રહી છે. ગુરુવારે પડોશી દેશ પાકિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરનારી અમૂલ્યાની સામે રાષ્ટ્રદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે તેને જમાનત આપવાનો ઇનકાર કરતાં આદેશ આપ્યો છે કે તેને 14 દિવસની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવે.

સોશિયલ મિડિયા પર સક્રિય, પણ વેરિફાઇડ એકાઉન્ટ નહીં

અમૂલ્યા સોશિયલ મિડિયા પર ઘણી સક્રિય છે. ફેસબુક પર તેના નામથી પેજ છે. ટ્વિટર પર તે ઘણી સક્રિય છે અને તેને નામે વર્ડપ્રેસ પર એક બ્લોગ https://alnoronha.wordpress.com/ પણ છે. જોકે સોશિયલ મિડિયા પર અમૂલ્યાને નામે જે દેખાઈ રહ્યું છે એ પ્રોફાઇલ સત્યાપતિ (વેરિફાઇડ) નથી.  સિટિઝન એમેડમેન્ટ એક્ટ અને નેશનલ રજિસ્ટર્ડ સિટિઝન્સ જ્યારથી શરૂ થઈ છે, ત્યારથી અમૂલ્યા લિયોના નોરોન્હા ઉગ્ર થઈ ગઈ છે. મૂળ ચિકમંગલૂરની રહેવાસી હાલ બેંગલુરુની NMKRV કોલેજથી અમૂલ્યા શિક્ષણ લઈ રહી છે. આ પહેલાં તેઓ બેંગલુરુ રેકોર્ડિંગ કંપનીમાં ટ્રાન્સલેટર તરીકે કાર્ય કરતી હતી.

પિતાનો સપોર્ટ નહીં

પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી અમૂલ્યાના પિતાએ આ મામલે તેનાથી હાથ ખંખેરી નાખ્યા છે. તેમણે અમૂલ્યાની ધરપકડ માટે કોઈ દુઃખ કે આશ્ચર્ય નથી વ્યક્ત કર્યું. તેમણે કહ્યું હતું કે અમૂલ્યા કેટલાક મુસ્લિમોના સંપર્કમાં છે અને તેમણે તેને આ માટે ચેતવી હતી, પણ તે તેમનું સાંભળતી નથી. પિતાએ કહ્યું કે મેં અમૂલ્યાને મારી તબિયત ખરાબ હોવાથી બોલાવી હતી, પણ તેણે આવવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તમે તમારું જાતે ધ્યાન રાખો.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular