Thursday, July 17, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંબંધિત સવાલોના જવાબ માટે ડો. એલેક્સા તૈયાર

કોરોના સંબંધિત સવાલોના જવાબ માટે ડો. એલેક્સા તૈયાર

નવી દિલ્હી: ઈ કોમર્સ અને સમાર્ટ ડિવાઈસિસ બનાવતી કંપની એમેઝોને તેમના એલેક્સા એઆઈ વોયસ આસિસ્ટન્સ માટે નવુ ફિચર રોલઆઉટ કર્યું છે. હવે એલેક્સા સાથે જોડાયેલ સ્માર્ટ ડિવાઈસિસને તમે કોરોના વાઈરસ સંબંધિત સવાલો પૂછી શકો છો. જે તમને આ મહામારી સંબંધિત સવાલોના જવાબ આપશે. કંપનીએ આ સ્માર્ટ ડિવાઈસને કોવિડ19 સાથે જોડાયેલ પ્રાથમિક માહિતી સાથે અપગ્રેડ કરી છે. આ સ્માર્ટ આસિસ્ટન્સને કોરોના સંબંધિત હજારો જાણકારીઓ સાથે ટ્રેનિંગ આપવામાં આવી છે. વિશ્વભરના દરેક દેશના યુઝર માટે આ ફિચર લોન્ચ કરવામાં આવ્યું છે.

કંપનીએ જણાવ્યું કે અમે યુઝર્સને સાચી અને સટીક જાણકારી સમય પર ઉપલબ્ધ કરાવવા માટે સરકારી સંસ્થાઓ અને સમાચાર સોર્સ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. એલેક્સા યુઝર્સને ઘરે બેઠા જ સમાર્ટ ડિવાઈસ મારફતે નવી જાણકારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કોરોના વાઈરસ સંબંધિત માહિતી ઉપરાંત લોકડાઉન દરમ્યાન ઘરે બેઠા અનેક પ્રકારની ફન એક્ટિવિટીની પણ મજા લઈ શકો છો.

એમેઝોન સ્માર્ટ ડિવાઈસની સાથે ફેમિલી ફન ટાઈમ માટે યુઝર્સ અનેક ફન ગેમ્સ રમી શકે છે. યુઝર્સ સ્માર્ટ વોયસ આસિસ્ટન્સ સાથે  ‘Alexa, open Akinator’, ‘Alexa, play impossible bollywood quiz’, ‘Alexa, open Number Guessing Game’  કે પછી ‘Alexa, play tur or false’ જેવી ફન ગેમ્સ રમી શકે છે.

આ ઉપરાંત લોકડાઉનના સમયે ઘરે બેઠા બેઠા એલેક્સા તમને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અને સ્વાસ્થ રહેવા માટે ટીપ્સ પણ આપે છે.  આ સાથે આ તણાવભરેલી સ્થિતિમાં તમને અનેક પ્રકારની હેડ સ્પેસ સ્કીલ્સ પણ શીખવી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular