Thursday, July 24, 2025
Google search engine
HomeNewsNationalSP-RLDની વચ્ચે બધું સમુંસૂતરું નહીં: મેયરને લઈને વિવાદ

SP-RLDની વચ્ચે બધું સમુંસૂતરું નહીં: મેયરને લઈને વિવાદ

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટી અને જયંત ચૌધરીના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકદળ વચ્ચે ચૂંટણી ગઠનબંધ થયેલું છે. બંને પક્ષો વચ્ચે નગર નિગમની ચૂંટણીને એકસાથે લડવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હાલના દિવસોમાં સીટોની વહેંચણીને લઈને બંને પક્ષો વચ્ચે મતભેદના સંકેત મળ્યા છે.

જોકે સમાજવાદી પાર્ટીએ આ મતભેદને બહુ મહત્ત્વ નથી આપ્યું, પણ RLDએ પોતાની નારાજગી જાહેર કરી છે, કેમ કે સમાજવાદી પાર્ટીએ પશ્ચિમી યુપીની કેટલીય બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે, જે RLDની પરંપરાગત સીટો છે. RLD નગર નિગમ ચૂંટણીમાં ભારે સંખ્યામાં પોતાના ઉમેદવાર ઉતારવા ઇચ્છતી હતી.

બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં તિરાડ જોવા ત્યારે મળી, જ્યારે પશ્ચિમી યુપીની કેટલીય સીટો પર બંને પક્ષોએ પોતાના ઉમેદવારોનું એલાન કરી દીધું હતું. મેરઠના મવાના નગરપાલિકા પરિષદના અધ્યક્ષપદની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ દીપક ગિરિને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે RLDએ અયુબ કાલિયાના નામની જાહેરાત કરી છે. એ જ રીતે બાગપતના ખેખડા નગરપાલિકાના કેસમાં SPએ સંગીતા ધામાને ચેરમેનપદ માટે મેદાન ઉતાર્યા છે તો RLDએ રજની ધામાને ટિકિટ આપી છે. સમાજવાદી પાર્ટી ટ્વીટ કરીને કહ્યું હતું કે બરોત અને બાગપતના અધ્યક્ષપદ માટે સમાજવાદી પાર્ટી ચૂંટણી નહીં લડે. અહીં RLDએ ટેકો જાહેર કર્યો છે. જોકે મેરઠ નગર નિગમના મેયર પદ માટે ચૂંટણી વિવાદનું મૂળ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular