Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalઅલકનંદાનું જળ સ્તર વધ્યું, પોલીસે આપ્યું એલર્ટ..

અલકનંદાનું જળ સ્તર વધ્યું, પોલીસે આપ્યું એલર્ટ..

રાજ્ય સહિતના દેશમાં ચોમાસુ જામી ચૂક્યું છે. ત્યારે દેશના ઘણા વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે બદ્રીનાથમાં અલકનંદા નદી ગાંડી તુર બની છે. નદીમાં ઉપરવાસમાંથી પાણી આવતા લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે.

ઉત્તરાખંડમાં ચોમાસાની શરૂઆતમાં જ અલકનંદા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું હતું. પાણીની આવકના પગલે અલકનંદા તપ્તકુંડથી માત્ર 6 ફૂટ નીચે વહી રહી હતી. અલકનંદાનું જળસ્તર તપ્તકુંડ સુધી પહોંચવાની સંભાવનાને જોતા પોલીસે વિસ્તારને ખાલી કરાવ્યો છે અને આસપાસના વિસ્તારને પણ એલર્ટ કરી દીધા છે. રાત્રિ દરમિયાન નદીના જળસ્તરમાં વધુ વધારો થવાની સંભાવના છે.

અલકનંદાના રૌદ્ર સ્વરૂપને કારણે નારદ શિલા અને વારાહી શિલા પણ પાણીમાં ડૂબી ગયા છે. બદ્રીનાથ કોતવાલી પ્રભારી નવનીત ભંડારીના જણાવ્યાનુસાર ધામમાં નદીનું જળસ્તર વધ્યું છે. રાત્રિ દરમિયાન પાણી વધુ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તપ્તકુંડને ખાલી કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ધામમાં માઈક દ્વારા સતત જાહેરાતો પણ કરવામાં આવી રહી છે કે કોઈએ નદી કિનારે જવું નહીં. ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં અલકનંદા તપ્તકુંડથી લગભગ 15 ફૂટ નીચે વહે છે. જ્યારે ઉપરવાસમાં વરસાદને કારણે નદીનું જળસ્તર ધામના તપ્તકુંડથી માત્ર 6 ફૂટ નીચે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular