Tuesday, July 29, 2025
Google search engine
HomeNewsNationalઅહો આશ્ચર્યમઃ રૂ. એક કરોડની લૂંટ માટે કઢાયું શુભ મુહૂર્ત

અહો આશ્ચર્યમઃ રૂ. એક કરોડની લૂંટ માટે કઢાયું શુભ મુહૂર્ત

પુણેઃ ચોરી-લૂંટફાટ કરવા માટે પણ ચોરો અને લૂંટારાઓ જ્યોતિષનો સહારો લે એ આશ્ચર્યની વાત છે, પરંતુ આવું થયું છે. પાંચ વ્યક્તિઓએ પુણેના બારામતીમાં રૂ. એક કરોડની ચોરી કરવા માટે ભવિષ્યવાણીનો સહારો લીધો હતો. વાસ્તવમાં ભવિષ્ય ભાખતા જ્યોતિષની મદદથી આ ચોરોઓ એક શુભ મુહૂર્તની શોધમાં હતા. જેવો યોગ્ય દિવસ અને સમય માલૂમ પડ્યો તેઓ સાગર ગોફેન નામની વ્યક્તિના ઘરે ચોરી કરવા પહોંચી ગયા.  

જોકે સાગરની પત્ની એ સમયે ઘરે જ હતી. પાંચે વ્યક્તિએ મળીને એના ઘરેથી રૂ. 1.5 કરોડથી વધુની ચોરી કરી, પણ તેમની એક બેવકૂફીને કારણે તેઓ પકડાઈ ગયા. આ ચોરોએ ઘરમાં ઘૂસીને સાગરની પત્નીનું મોં બંધ કર્યું અને હાથપગ બાંધી દીધા હતા. ત્યાર બાદ ઘરમાંથી રૂ. 95 લાખ રોકડ અને રૂ. 11 લાખના ઘરેણાં લઈને આશરે 1.76 કરોડના માલસામાનની ચોરી કરી હતી.

અમારો શક સચિન જગાને, રાયબા ચવ્હાણ, રવીન્દ્ર ભોસલે, દૂર્યોધન અલાયન્સ, દીપક જાધવ અને નીતિન પર ગયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ લોકોએ એક જ્યોતિષને લૂંટનું શુભ મુહૂર્ત કાઢવાની વાત કરી હતી. આ લોકોએ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પુણે ગ્રામીણ પોલીસે જણાવ્યું હતું કે ભવિષ્ય બતાવવાળા જ્યોતિષ રામચંદ્ર ચાવાને પણ ગુનામાં સામેલ થવાને કારણે ધરપકડ કરવામાં આવી છે. આ બધા ચોરોની પાસેથી રૂ. 76 લાખ જપ્ત કરવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular