Sunday, November 23, 2025
Google search engine
HomeNewsNationalકંગનાએ દિલજીત દોસાંજને 'ખાલિસ્તાની' કહ્યો

કંગનાએ દિલજીત દોસાંજને ‘ખાલિસ્તાની’ કહ્યો

મુંબઈઃ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને ‘ત્રાસવાદીઓ’ કહીને વિવાદ સર્જનાર બોલીવૂડ અભિનેત્રી કંગના રણોતે સહ-કલાકાર અને પંજાબી ગાયક દિલજીત દોસાંજને ‘ખાલિસ્તાની’ કહ્યો છે. આ બંને કલાકાર વચ્ચે ટ્વિટર પર શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકન પોપગાયિકા રિહાનાએ ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યાં બાદ દિલજીતે રિહાનાને સારું લગાડવા માટે એક ગીત બનાવ્યું અને તેને યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ પણ કર્યું. એને કારણે કંગનાએ દિલજીતની ઝાટકણી કાઢી છે.

પોતાના એક ટ્વીટમાં કંગનાએ દિલજીતને ઉદ્દેશીને કહ્યું કે, ”આને પણ બે રૂપિયા કમાવવા છે. આ બધું ક્યારથી ચાલતું હતું. વિડિયો અને જાહેરાતની તૈયારીમાં કમસે કમ એક મહિનો તો લાગે જને.’ દિલજીતે પણ વળતી ટકોરમાં કંગનાને ગરોળી જેવી કહી અને કહ્યું કે, ‘બે રૂપિયાવાળી, તારા કામ વિશે મારી સાથે વાત ન કર. હું કોઈ પણ ગીત અડધા કલાકમાં બનાવી શકું છું, પણ તારી પર ગીત બનાવવાનું મને જરાય મન થતું નથી. જા જતી રહે, મારું માથું ન ખા. તારા ટ્વીટ્સ અર્થવગરના હોય છે.’ એના જવાબમાં કંગનાએ કહ્યું કે, ‘મારું કામ દેશભક્તિનું છે. તું ખાલિસ્તાની છે કે નહીં એ વિશેની શંકા તારે દૂર કરવી જોઈએ. મને ખબર જ હતી કે તું ક્યારેય એમ નહીં બોલે કે તું ખાલિસ્તાની નથી.’

દિલજીતે રિહાના માટે બનાવેલું ગીત

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular