Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalટેક ઓફ કરી રહેલા પ્લેન સામે અચાનક આવી જીપઃ પાયલટે દર્શાવી કુશળતા

ટેક ઓફ કરી રહેલા પ્લેન સામે અચાનક આવી જીપઃ પાયલટે દર્શાવી કુશળતા

પૂણેઃ આજે એર ઈન્ડિયાનું એક વિમાન પાયલટના આગવા કૌશલ્ય અને સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયું છે. હકીકતમાં પૂણે એરપોર્ટના રનવે પર વિમાન જેવું જ દિલ્હી માટે ટેકઓફ કરવા જઈ રહ્યું હતું કે અચાનક જ ત્યાં એક જીપ અને વ્યક્તિ રસ્તામાં આવી ગયા.

આ સમયે વિમાન આશરે 222.24 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર પહોંચ્યું હતું. વિમાનના પાયલટે તુરંત જ પોતાનું આગવું કૌશલ દર્શાવતા ટેકઓફનો નિર્ણય કર્યો. વિમાન સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગયું.

ડીજીસીએ આ ઘટના મામલે તપાસના આદેશ આપતા જણાવ્યું કે, આ ઘટના પૂર્ણ એરપોર્ટની છે. રનવે પર વિમાન એ-321 ટેકઓફ થયું તે દરમિયાન પાયલટે જીપ લઈને રન વે પર આવી ગયેલા એક વ્યક્તિને જોયો, પાયલટે દુર્ઘટના રોકવા માટે વિમાનને પહેલા જ ટેકઓફ કરી દીધું. જો કે, આ ઘટનાથી કોઈ નુકસાન થયું નથી.

અધિકારીના જણાવ્યા પ્રમાણે એર ઈન્ડિયાએ આ ઘટનાનું વિશ્લેષણ માટે કોકપિટ વોઈસ રિકોર્ડ (CVR) હટાવવાની સલાહ આપી હતી. આ ઘટનાની પ્રાથમિક તપાસ વિશે ડીજીસીએના એક અન્ય અધિકારીએ કહ્યું હતુંકે, વિમાનને તપાસ માટે સેવામાંથી હટાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular