Sunday, July 6, 2025
Google search engine
HomeNewsNationalદેશમાં આશરે 30 કરોડ મતદારો નથી કરતા મતદાન

દેશમાં આશરે 30 કરોડ મતદારો નથી કરતા મતદાન

નવી દિલ્હીઃ વિશ્વમાં ભારત સૌથી વધુ લોકતાંત્રિક દેશ છે, એમાં દેશમાં 1962ની તુલનાએ મતદારોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે, પણ દેશમાં આશરે એક તૃતીયાંશ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરતા. મત ના કરવાવાળાઓમાં યુવાઓ, શ્રીમંતો અને શહેરી જનસંખ્યાવાળા લોકો સામેલ હતા, એમ ચૂંટણી પંચનો રિપોર્ટ કહે છે.

હાલ દેશમાં ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. દેશમાં આશરે 94.5 કરોડ મતદારો નોંધાયેલા છે, તેમાંથી એક તૃતીયાંશ લોકોએ લોકસભાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ જ નહોતો કર્યો. હવે દેશમાં ફરી 18મી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશમાં 19 એપ્રિલથી પહેલી જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવશે. ચોથી જૂને લોકસભા ચૂંટણી-2024એ ચૂંટણી પરિણામો જારી કરવામાં આવશે. દેશમાં પહેલા તબક્કા માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

ચૂંટણી પંચ મુજબ દેશમાં આશરે 30 કરોડ લોકોએ લોકસભા ચૂંટણી 2019માં મતાધિકારનો ઉપયોગ નહોતો કર્યો. ચૂંટણી પંચનું માનવું છે કે લોકો છેલ્લી લોકસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં મત આપવા મતદાન મથકોએ ગયા જ નહોતા. આટલી મોટી સંખ્યામાં લોકોનો મત નહીં આપવો, એ દેશના લોકતંત્ર માટે બિલકુલ સારા સંકેત નથી.

ગઈ લોકસભા ચૂંટણીમાં મતદારોના ઉદાસીન વલણને કારણે ચૂંટણી પંચે જાગ્રત કેમ્પેન દ્વારા મતદાન ટર્નઆઉટને 75 ટકાથી 80 ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. ચૂંટણી પંચ મતદારોમાં જાગ્રતતા લાવવા અને મતદાન વધારવા માટે અવેરનેસ કેમ્પેન ચલાવી રહ્યું છે. પંચ આ માટે કેટલીય જગ્યાએ નુક્કડ નાટક, રીલ બનાવવા, સ્લોગન લખવા જેવી સ્પર્ધાઓ આયોજિત કરી રહ્યું છે.

જોકોઈ મતદાતા ચૂંટણીમાં મત ના આપે તો ચૂંટણી પરિણામ પર એની અસર પડી શકે અને ચૂંટણી પરિણામ પણ અલગ આવી શકે છે. મતદાનમાં ભાગીદારી ના હોવાથી લોકો માટે પસંદગીની સરકારનું સત્તામાં આવવું મુશ્કેલ બને છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular