Monday, July 7, 2025
Google search engine
HomeNewsNationalશાંતિ વાર્તાના એક દિવસ પછી મણિપુરમાં ફરી ભડકી હિંસા

શાંતિ વાર્તાના એક દિવસ પછી મણિપુરમાં ફરી ભડકી હિંસા

નવી દિલ્હીઃ મણિપુરના જિરિબામ જિલ્લામાં શાંતિ વાર્તાના એક દિવસ પછી એક વધુ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક મૈતેઈ પરિવારના ઘરને આગ લગાડવામાં આવી હતી. આ ઘટના શુક્રવારે રાતે થઈ હતી. આ પહેલાં મૈતેઈ અને કુકી સમુદાયના લોકોએ જિલ્લામાં શાંતિ અને આવજા માટે બેઠક કરી હતી.

મણિપુરના જિરિબામમાં શાંતિ સમજૂતી કરવાના પ્રયાસો માટે મૈતેઈ અને હમાર સમુદાયો વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયાના એક દિવસ બાદ જ તણાવ પેદા કરનારી ઘટના સામે આવી છે. અહીં ગોળીબાર કરવામાં આવ્યો છે અને એક ખાલી પડેલા મકાનને આગ ચાંપી દેવામાં આવી છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે  આ ઘટના એક તદ્દન જ અલગ વસાહતમાં બની હતી જ્યાં મૈતેઈ સમુદાયના કેટલાક લોકોનાં ઘરો છે અને જિલ્લામાં હિંસા ફાટી નીકળી ત્યારથી આમાંથી મોટા ભાગનાં મકાનો ખાલી પડ્યા છે. બદમાશોએ વિસ્તારમાં સુરક્ષા કર્મચારીઓની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને આગચંપી શરૂ કરી દીધી હતી. જોકે બદમાશોની ઓળખ નથી થઈ શકી.તેમણે જણાવ્યું કે આ ઘટના બાદ સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલી દેવામાં આવ્યા છે. ગુરુવારે આસામના કછારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એક પ્રતિષ્ઠાનમાં યોજાયેલી બેઠકમાં મૈતેઈ અને હમાર સમુદાયના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતી થઈ હતી. આ બેઠકનું સંચાલન જિરીબામ જિલ્લા વહીવટી તંત્ર, આસામ રાઈફલ્સ અને CRPF દ્વારા હાથ કરવામાં આવ્યું હતું, જેમાં જિરીબામ જિલ્લાના થાડૌ, પૈતે અને મિઝો સમુદાયના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

આ સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા જારી કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ બેઠકમાં એ સંકલ્પ લેવામાં આવ્યો છે કે, બંને પક્ષ સામાન્ય સ્થિતિ પુન:સ્થાપિત કરવા માટે તથા આગચંપી અને ગોળીબારની ઘટનાને રોકવા માટે સંભવ તમામ પ્રયાસ કરશે. બંને પક્ષ જિરિબામ જિલ્લામાં કાર્યરત તમામ સુરક્ષા દળોને સંપૂર્ણ સહયોગ આપશે. આગામી બેઠક 15 ઓગષ્ટે થશે. ગયા વર્ષના મે મહિનાથી મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ચાલુ જાતીય હિંસામાં 200થી વધુ લોકોનાં મોત થઈ ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular