Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 9520 નવા કેસ, 41નાં મોત

કોરોનાના 9520 નવા કેસ, 41નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 9520 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 41 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 211.39 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,43,98,696 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,27,597 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,37,83,788  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 12,875 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 87,311એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.20 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.62 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 3,81,205 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 88.46 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.15 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.59 ટકા છે.

દેશમાં 211.39 લાખથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,11,39,81,444  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 25,86,805  લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular