Thursday, May 29, 2025
Google search engine
HomeNewsNationalપશ્ચિમ બંગાળમાં 80% તો આસામમાં 72% મતદાન

પશ્ચિમ બંગાળમાં 80% તો આસામમાં 72% મતદાન

કોલકાતાઃ વિધાનસભાની ચૂંટણીઓ માટે પશ્ચિમ બંગાળ અને આસામમાં પહેલા તબક્કામાં મતદાન જારી છે. પ્રથમ તબક્કામાં મતદાનમાં સાંજે 5.30 કલાક સુધી બંગાળમાં 80 ટકા અને આસામમાં 72 ટકા મતદાન થઈ ચૂક્યું છે. બંને રાજ્યોમાં મતદાનની પ્રક્રિયા સવારે સાત કલાકે શરૂ થયું છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં 30 બેઠકો પર કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે મતદાન થઈ રહ્યું છે. આ સીટો પર 73 લાખથી વધુ મતદાતા 191 ઉમેદવારોના નસીબનો ફેંસલો કરશે. આમાંથી મહત્તમ બેઠકો નક્સલ પ્રભાવિત જંગલ મહેલ ક્ષેત્રમાં છે.

બીજી બાજુ આસામમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં 47 બેઠકો માટે શનિવારે સવારે સાત કલાકથી મતદાન શરૂ થયું છે.આ તબક્કામાં સર્વાનંદ સોનોવાલ, પ્રધાનો અને વિપક્ષી નેતાઓના રાજકીય પ્રારબ્ધનો ફેંસલો થશે. ચૂંટણી પંચે 7061 જગ્યાએ 10,288 મતદાન કેન્દ્રોની સુરક્ષા માટે કેન્દ્રીય દળોની આશરે 730 ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. કેન્દ્રીય દળોની પ્રત્યેક ટુકડીમાં 100 સુરક્ષા કર્મચારીઓ હોય છે. આસામમાં કુલ 81,09,815 મતદાતાઓ પહેલા તબક્કામાં મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 40,77,210 પુરુષ અને 40, 32,481 મહિલાઓ છે.124 થર્ડ જેન્ડર છે.

બંગાળમાં પુરુલિયાની નવ, બાંકુડાની ચાર, ઝાડગામની ચાર, પશ્ચિમી મેદિનીપુરની છ બેઠકો સિવાય પૂર્વ મેદિનીપુરની સાત બેઠકો પર મતદાન થશે. મતદાન દરમ્યાન કોવિડ-19ના નિયમોનું સખતાઈથી પાલન કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular