Wednesday, July 9, 2025
Google search engine
HomeNewsNationalભારતમાં-5G: હાલના સ્માર્ટફોનનું સોફ્ટવેર અપગ્રેડ કરવું પડશે

ભારતમાં-5G: હાલના સ્માર્ટફોનનું સોફ્ટવેર અપગ્રેડ કરવું પડશે

નવી દિલ્હીઃ ભારતમાં 5G ટેલિકોમ સેવા આ મહિનાના આરંભથી લોન્ચ કરવામાં આવી ચૂકી છે. નવી ટેક્નોલોજીમાંનું સંક્રમણ સરળતાભર્યું બની રહે એ માટે કેન્દ્ર સરકારે મોબાઈલ હેન્ડસેટ ઉત્પાદકો અને ટેલિકોમ સેવા પ્રોવાઈડર કંપનીઓની આજે એક બેઠક બોલાવી છે.

દેશમાં 5G સેવા તો શરૂ કરી દેવાઈ છે, પણ મોબાઈલ હેન્ડસેટ્સને નવી ટેક્નોલોજી સાથે સુસંગત બનાવાયા નથી. એને કારણે ગ્રાહકો-યૂઝર્સને નેટવર્કમાં તકલીફ પડી રહી છે. ગ્રાહકોનાં હાલના ફોનનાં સોફ્ટવેરને અપગ્રેડ કરવાની જરૂર છે. ટેલિકોમ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગોના સેક્રેટરીઓએ સંયુક્ત રીતે બોલાવેલી આજની બેઠક માટે એપલ, સેમસંગ તથા અન્ય હેન્ડસેટ ઉત્પાદક કંપનીઓના પ્રતિનિધિઓને આમંત્રિત કર્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular