Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalભારતીય સેનાના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા 58મા ‘રાઇઝિંગ ડે’ની ઉજવણી

ભારતીય સેનાના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા 58મા ‘રાઇઝિંગ ડે’ની ઉજવણી

અમદાવાદઃ ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા 1 એપ્રિલ, 2023એ ‘58મા રાઇઝિંગ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. ગોલ્ડન કટાર ડિવિઝનના અમદાવાદ કેન્ટોનમેન્ટમાં આવેલા યુદ્ધ સ્મારક પાર્કમાં યોજાયેલા એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં કમાન્ડિંગ જનરલ ઓફિસરે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પુષ્પાંજલિ આપી હતી. આ દિવસ આપણા વીર અને નિવૃત્ત સૈનિકોને વંદન કરવા માટે પણ સમર્પિત કરવામાં આવ્યો હતો, જેમણે તેમની નિષ્ઠા અને બલિદાનથી આ ડિવિઝનનું જતન કર્યું છે.

ગોલ્ડન કટાર ડિવિઝનનો ઇતિહાસ વીરતાની ગાથા છે. અજોડ સાહસથી ભરપૂર શૌર્યપૂર્ણ કાર્યો તેમાં સામેલ છે. ભારતીય સેનાએ 1965માં 340 ચોરસ કિમી અને 1971માં 7443 ચોરસ કિમી પર કબજો કર્યો ત્યારે દેશને આ યુદ્ધોમાં મળેલી સફળતાથી પણ આ બાબત સ્પષ્ટ થઈ હતી.

ગોલ્ડન કટાર ડિવિઝન હંમેશાં ગુજરાત રાજ્યમાં તેમના સાથી દેશવાસીઓને મદદ અને સહકાર પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહે છે. તાજેતરનાં કેટલાંક ઉદાહરણો પર નજર કરીએ તો તૌક્તે ચક્રાવાત, કોવિડ-19 અને મોરબીનો પૂલ તૂટી પડવાની દુર્ઘટનામાં તેમણે કરેલાં રાહત કાર્યો છે. આ ફોર્મેશને “ગ્રામ સેવા, દેશસેવા” હેઠળ ગામડાંનું મજબૂતીકરણ કરવા અને સુરક્ષા દળો દ્વારા સરહદી ગામોને દત્તક લેવા માટેની વિવિધ પહેલોને પણ સમર્થન આપ્યું છે. ગુજરાતમાં આવેલી શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે મળીને અત્યાધુનિક ટેકનોલોજીના વિકાસને ઉત્પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે આ ડિવિઝને “પરિવર્તન વર્ષ 2023″ની થીમ સાથે પોતાને ફરીથી દેશસેવામાં સમર્પિત કર્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular