Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalદેશમાં 55 ટકાના ઉછાળા સાથે 58,097 નવા કેસ

દેશમાં 55 ટકાના ઉછાળા સાથે 58,097 નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 55.4 ટકાના ઉછાળાની સાથે કોરોનાના 58,097 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 534 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,50,18,358 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,82,551 લોકોનાં મોત થયાં છે.

દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 2135એ પહોંચી છે, જેમાં 828 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે. ઓમિક્રોનના કેસો 24 રાજ્યોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 653 નોંધાયા છે અને બીજા ક્રમે દિલ્હીમાં 464 કેસો છે. દેશમાં 30 ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી દરમ્યાન કોરોનાના કેસોમાં 285 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,43,21,803 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 15,389 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2,14,004એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 98.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.38 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 13,88,647 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 68.01 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 147.72 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,47,72,08,846 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 96,43,238 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular