Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalજંગલમાં ઊભેલી કારમાંથી મળ્યા 52 કિલો સોનું, નવ કરોડ રોકડ

જંગલમાં ઊભેલી કારમાંથી મળ્યા 52 કિલો સોનું, નવ કરોડ રોકડ

ભોપાલઃ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં ઇન્કમ ટેક્સે પાડેલા દરોડામાં 52 કિલો સોનું અને રૂ. 15 કરોડ જપ્ત કર્યા છે. IT વિભાગે 100 પોલીસ કર્મચારીઓની ટીમ સાથે પાડેલા દરોડામાં મોટા પાયે બ્લેક મની પકડી પાડ્યું છે. જંગલમાં જે કારમાંથી સોનું અને પૈસા મળ્યા છે, એ કારમાં નંબર પ્લેટની ઉપરથી RTOનો ટેગ લાગેલો છે. આ કાર ગ્વાલિયરની છે અને 2020માં ખરીદવામાં આવી હતી.

મધ્ય પ્રદેશના બે દિવસથી લોકાયુક્ત અને ઇન્કમ ટેક્સના દરોડા ચાલી રહ્યા છે. IT વિભાગે ભોપાલ અને ઇન્દોરની એક કન્સ્ટ્રક્શન કંપનીના 51 સ્થળોએ દરોડા પાડ્યા હતા.  આ બેનામી રોકડ અને સોનું હાલમાં ચાલી રહેલા પૂર્વ RTO કોન્સ્ટેબલ સૌરભ શર્માના દરોડા સાથે લિંક છે. તેના સહકર્મી ચંદન સિંહ ગૌર પર સંકજો કસાયો છે.

લોકાયુક્તના સ્પેશિયલ પોલિસ એસ્ટાબ્લિશમેન્ટે ગુરુવારે શર્મા અને ગૌરના ઘરે દરોડા પાડી રૂ. 2.85 કરોડની રોકડ, સોના-ચાંદીના ઘરેણાં અને પ્રોપર્ટી દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જેની કિંમત રૂ. 3 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. સૌરભ શર્માએ વર્ષ પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. આ દરોડામાં દરોડા રોકડ ઉપરાંત રૂ. 50 લાખનાં સોના-ચાંદી જપ્ત કરવામાં આવ્યાં હતાં.

સામાન્ય આરટીઓ કોન્સ્ટેબલ શર્માએ ભોપાલ સહિત વિવિધ જિલ્લામાં વિવિધ જમીનો, હોટલ અને શાળામાં રોકાણ કર્યું હતું. ભ્રષ્ટાચાર અને ગેરકાયદે જમીનનો ઉપયોગ કરવાની ફરિયાદને આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા.

ભોપાલની નજીક મંડોરા ગામમાં આવેલા એક જંગલમાં મોડી રાત્રે એક લાવારિસ ઈનોવા કાર ઊભી હોવાની માહિતી મળી હતી. રાતના લગભગ બે વાગ્યે પોલીસ અને ઈનકમ ટેક્સ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, તેમને કારમાંથી બે બેગ મળી હતી. બે બેગમાંથી કુબેરનો ખજાનો મળ્યો છે. સોનાનું વજન આશરે 55 કિગ્રા હતું. જ્યારે રૂ. 15 કરોડ રોકડા મળી આવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular