કોરોનાના 5375 નવા કેસ, 20નાં મોત

0
198
Israel's Prime Minister Naftali Bennett on Friday received the third dose of the coronavirus vaccine.(pic credit: https://twitter.com/naftalibennett)

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 5443 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 20 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 217.26 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,45,58,425 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,28,449 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,39,84,695  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 6424 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 45,281એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.10 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.71 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 3,20,187  લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 89.35 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 1.36 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.81 ટકા છે.

દેશમાં 217.26 લાખથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,17,26,27,951  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 14,91,017  લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.