Monday, August 4, 2025
Google search engine
HomeNewsNationalચૂંટણીના ત્રીજા તબક્કામાં 11 કલાક સુધી 25.41 ટકા મતદાન

ચૂંટણીના ત્રીજા તબક્કામાં 11 કલાક સુધી 25.41 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 12 રાજ્યોમાં 94 સીટો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં  રાજ્યમાં 11 કલાક- ચાર કલાક સુધી  25.41 ટકા મતદાન થયું હતું. વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સવારના મતદાન કરી દીધું હતું. આ મતદાન થકી ત્રીજા તબક્કામાં 120 મહિલાઓ સાથે 1300થી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.

ત્રીજા તબક્કામાં આસામમાં 27,34 ટકા, બિહારમાં 24.42 ટકા, છત્તીસગઢમાં 29.90 ટકા, દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં 24.69 ટકા, ગોવામાં 30.94 ટકા, ગુજરાતમાં 24.35 ટકા, કર્માટકમાં 24.48 ટકા, મધ્ય પ્રદેશમાં 30.21 ટકા, ઉત્તર પ્રદેશમાં 26.12 ટકા, મહારાષ્ટ્રમાં 18.18 ટકા અને પશ્ચિમ બંગાળમાં 32.82 ટકા મતદાન થયું છે.

આ સાથે પશ્ચિમ બંગાળની ચાર લોકસભાની સીટ પર મુખ્ય ચૂંટણી અધિકારીએ (CEO)એ જણાવ્યું હતું કે અત્યાર સુધી 182 ફરિયાદો નોંધવામાં આવી છે, એમાંથી અમે 16 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે. બાકી ફરિયાદો પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમારા અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયા પર બાજ નજર રાખી રહ્યા છે. ચૂંટણી પંચે રાજ્ય પોલીસના 13,600 કર્મચારીઓની સાથે કેન્દ્રીય દળોની 334 ટુકડીઓ તહેનાત કરી છે. ઉત્તર પ્રદેશની 10 સીટો પર મતદાન થઈ રહ્યું છે 10 સીટોમાંથી ત્રણ સીટો પર મુલાયમ સિંહ યાદવનો પરિવાર લડી રહ્યો છે, જેમાં મૈનપુરી, ફિરોઝાબાદ અને બદાયું સામેલ છે. યાદવ પરિવાર મુલાયમ સિંહની વિરાસતને આગળ વધારવા ચૂંટણી મેદાનમાં છે.

સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવે મત આપ્યો હતો. મત આપ્યા પછી અખિલેશે કહ્યું હતું કે ભાજપવાળા જાણીબૂજીને ગરમીઓમાં મત નખાવી રહ્યા છે. આ મત તમારું જીવન બદલી શકે છે. બધા મતદાતાઓને મતદાન કરવા હું અપીલ કરું છે. આ મતથી બંધારણ મજબૂત થશે.

આ સાથે આજના મતદાનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, જ્યોતિરાદિત્ય સિંહ, મનસુખ માંડવિયા, પરસોતમ રૂપાલા પ્રહલાદ જોશી, એસ. પી. બઘેલનું ભાવિ મતદાન પેટીમાં કેદ થશે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular