Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટથી 11નાં મોતઃ 100થી વધુ ઘાયલ

ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટથી 11નાં મોતઃ 100થી વધુ ઘાયલ

હરદાઃ મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં થયેલા અનેક વિસ્ફોટ પછી લાગેલી આગમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત થયાં છે. આ ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર જારી છે, પરંતુ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર ફેક્ટરીમાં આશરે 1000 લોકો હાજર હતા. વિસ્ફોટ પછી લોકોમાં અફરાતફરીનો માહોલ હતો.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ફેક્ટરીની અંદર 1000 લોકો હાજર હતા. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે દૂર સુધી લોકોને ઇજા થઈ છે. લોકોએ ભાગતાં-ભાગતાં જીવ બચાવ્યા છે. કેટલાય લોકો આ ઘટનામાં માર્યા ગયા છે. કેટલાક લોકો આગથી દાઝી જતાં ગંભીર રીતે ઘાયલ થયા છે. રસ્તા પર 200 મોટરસાઇકલ ફેલાઈ ગઈ છે.

મુખ્ય પ્રધાન મોહન યાદવે આ ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરી છે. આ ઘટનામાં મૃતકોના પરિવારોને રૂ. 4-4 લાખની આર્થિક મદદ કરવામાં આવશે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મફત સારવાર કરવાના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. તેમણે મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર, ઉદય પ્રતાપ સિંહ, એસીએસ અજિત કેસરી, ડીજી હોમગાર્ડ અરવિંદ કુમારને હેલિકોપ્ટરથી રવાના થવાનો નિર્દેશ આપ્યો હતો.

 આ દુર્ઘટના પર તેમણે કહ્યું હતું કે ફટાકડા ફેક્ટરીમાં થયેલી ઘટના દુખદ છે. જિલ્લા વહીવટી તંત્રની ટીમ સક્રિય કરવામાં આવી છે. 50થી વધુ એમ્યુલન્સને તત્કાળ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આના માટે ઇન્દોર, ભોપાલ અને હોશંગાબાદથી ડોક્ટરોની ટીમ તહેનાત કરવામાં આવી છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular