Sunday, June 29, 2025
Google search engine
HomeNewsNationalUPમાં ભારે વરસાદને લીધે 10 લોકોનાં મોતઃ 10 જિલ્લામાં રેડ એલર્ટ

UPમાં ભારે વરસાદને લીધે 10 લોકોનાં મોતઃ 10 જિલ્લામાં રેડ એલર્ટ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં છેલ્લા એક દિવસમાં ભારે વરસાદને લીધે 10 લોકોનાં મોત થયાં છે. રાહત કમિશનરની ઓફિસના જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન ભારે વરસાદથી મૈનપુરીમાં પાંચ લોકોનાં મોત થયાં છે, જ્યારે જાલૌન અને બાંદામાં બે-બે લોકો અને એટામાં એક વ્યક્તિનું મોત થયાં હતાં. હવામાન વિભાગે અયોધ્યા અને રુહેલખંડ વિસ્તારોમાં એક ડઝનથી વધુ જિલ્લાઓમાં બહુ વરસાદ, અચાનક પૂર અને વરસાદથી જોડાયેલી અન્ય ઘટનાઓની ચેતવણી જારી કરી છે.

રાહત કમિશનર જીએસ નવીનકુમારે કહ્યું હતું કે હાલ વરસાદને જોતાં વધુ વરસાદને જોતાં જિલ્લાઓની 24 કલાક નિગરાની માટે પૂર PAC, SDRF અને NDRFની ટીમોની જરૂરિયાતને હિસાબે તહેનાત કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 28.6 મિમી વરસાદ નોંધાયો હતો. રાજ્યના 75 જિલ્લાઓમાં 51માંથી વધુ વરસાદ નોંધાયો છે.આ દરમિયાન IMD એ ત્રણ દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર મધ્ય પ્રદેશમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. આમાં એક પૂર્વ-પશ્ચિમ ટ્રેક મોસમી ચોમાસાની ટ્રેક સાથે ભળી ગઈ છે. આ ટ્રેક હવે દિલ્હી નજીકથી પસાર થાય છે. આ કારણોસર વરસાદની પણ સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વરસાદ સાથે વાવાઝોડું અને ભારે પવન પણ ફૂંકાઇ  શકે છે.

છેલ્લા 24 કલાકમાં હાથરસમાં સૌથી વધુ 186 મિમી વરસાદ નોંધાયો છે. બુલંદ શહેર અને સંભલમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular