Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalદેશમાં ત્રણ વર્ષમાં 1.29 કરોડ રેશન કાર્ડ રદ કરાયાં

દેશમાં ત્રણ વર્ષમાં 1.29 કરોડ રેશન કાર્ડ રદ કરાયાં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા 1.29 કરોડ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યાં છે, જેમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર યાદીમાં ટોચ પર છે. આ ઉપરાંત સરકારે આશરે 20,000 ફેર પ્રાઇસ શોપ્સ (FPS)ની સામે પણ વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી હતી. ઉત્તર પ્રદેશમાં ત્રણ વર્ષમાં 93,78,789 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યાં હતાં, જેમાં 2018માં (43,72,491), 2019 (41,52,273) અને 2020 (8,54,025) રેશન કાર્ડ રદ કરવામાં આવ્યાં હતા. જ્યારે મહારાષ્ટ્રમાં 20,37,947 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યાં હતાં, જેમાં 2018માં 12,81,922, 2019માં 6,53,677 અને 2020માં 1,02348 રેશન કાર્ડરદ કરવામાં આવ્યાં હતાં, એમ ગ્રામીણ વિકાસ રાજ્યપ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિએ લોકસભામાં માહિતી આપી હતી. આ સાથે મધ્ય પ્રદેશ (3,54,535), હરિયાણામાં (2,91,926), પંજાબ (2,87,474), દિલ્હી (2,57,886) અને આસામમાં (1,70,057) રેશન કાર્ડ રદ કરવામાં આવનાર છે.

સરકારને રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક કર્યા પછી જાહેર વિતરણ પદ્ધતિ હેઠળ રેશન કાર્ડધારકની ખાતરી કર્યા પછી ડુપ્લિકેટ, બોગસ રેશન કાર્ડને રદ કરવાનું સરળ બન્યું હતું.
લોકસભામાં એક બીજા સવાલના જવાબમાં પ્રધાને માહિતી આપી હતી કે ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (TPDS) (કન્ટ્રોલ) ઓર્ડર 2015ની જોગવાઈઓના ઉલ્લંઘન કરવામાં આવે તો એસેન્સિયલ કોમોડિટીઝ એક્ટ, 1955 હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.

આ ઉપરાંત FPS સામે પગલાં ભરનારાં કુલ રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ 13,905 સાથે ટોચનું રાજ્ય છે, જ્યારે કેરળે 3139 શોપ સામે કાર્યવાહી કરી છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular