Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentનાગા ચૈતન્ય અને શોભિતાની લગ્ન પહેલાની વિધિઓ શરૂ

નાગા ચૈતન્ય અને શોભિતાની લગ્ન પહેલાની વિધિઓ શરૂ

મુંબઈ: અભિનેતા નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની લગ્ન પહેલાની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આજે 29 નવેમ્બરે હૈદરાબાદમાં હલ્દી સેરેમની થઈ હતી. હલ્દી ફંક્શનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત હલ્દીથી થઈ હતી, જેમાં તેમના નજીકના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાગા ચૈતન્ય અને શોભિતાના લગ્ન 4 ડિસેમ્બરે હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં થશે.

દુલ્હન બનવા જઈ રહેલી શોભિતા ધુલીપાલા હલ્દી સેરેમની માટે બે અલગ-અલગ આઉટફિટમાં જોવા મળી હતી. ફર્સ્ટ લુકમાં તેણે પીળી સાડીને બદલે ચમકતી લાલ સાડી પહેરી હતી. આ સાથે તેણે માંગ ટીક્કા પણ પહેર્યા હતા, જેમાં તે સુંદર લાગી રહી હતી. બીજા લુકમાં, શોભિતાએ પોનીયિન સેલવાનમાં તેની ભૂમિકાનો લુક અપનાવ્યો હતો અને હલ્દી માટે યલો આઉટફિટ પહેર્યુ હતું.

હલ્દી સેરેમની દરમિયાન નાગા ચૈતન્ય કુર્તા પાયજામામાં જોવા મળ્યા હતા. હલ્દીની કેટલીક શ્રેષ્ઠ પળોનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. લગ્નના થોડા દિવસો પહેલા, એવી અફવા હતી કે કપલે તેમની લગ્નની ફિલ્મના રાઇટ્સ નેટફ્લિક્સને 50 કરોડ રૂપિયામાં વેચી દીધા છે. જો કે નાગા ચૈતન્યએ આ સમાચારને નકારી કાઢ્યા અને ઝૂમ સાથેની વાતચીતમાં કહ્યું, “આ ખોટા સમાચાર છે. આવી કોઈ ડીલ થઈ નથી.”

બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા 2022 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ કપલે 8 ઓગસ્ટ, 2024 ના રોજ હૈદરાબાદમાં તેમના પરિવારના સભ્યોની હાજરીમાં સગાઈ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular