Tuesday, July 1, 2025
Google search engine
HomeNewsMumbaiરીક્ષામાં આગ લાગતાં મહિલા પેસેન્જર બળીને ભડથૂં; ડ્રાઈવર ગંભીર રીતે દાઝ્યો

રીક્ષામાં આગ લાગતાં મહિલા પેસેન્જર બળીને ભડથૂં; ડ્રાઈવર ગંભીર રીતે દાઝ્યો

મુંબઈઃ પડોશના થાણે શહેરમાં આજે વહેલી સવારે એક ચોંકાવનારી અને આઘાતજનક ઘટના બની હતી. ઘોડબંદર રોડ પર ગાયમુખ વિસ્તારમાં આજે સવારે લગભગ 5.45 વાગ્યાના સુમારે એક ઓટો-રીક્ષા એક ડિવાઈડર સાથે અથડાયા બાદ તેમાં આગ લાગી હતી. તેને કારણે રીક્ષામાં પ્રવાસ કરતી એક મહિલા સળગી ગઈ હતી અને ભડથૂં થઈ ગઈ હતી. રીક્ષાચાલક ગંભીર રીતે દાઝી ગયો છે.

તે મહિલાની ઓળખ તત્કાળ જાણી શકાઈ નહોતી. રીક્ષા થાણે શહેરથી ભાયંદર તરફ જતી હતી ત્યારે ડ્રાઈવર રીક્ષા પરનો અંકુશ ખોઈ બેઠો હતો અને તે ડિવાઈડર સાથે અથડાઈ પડી હતી. એને કારણે તરત જ રીક્ષામાં આગ લાગી હતી. ડ્રાઈવરનું નામ રાજેશ કુમાર છે અને 45 વર્ષનો છે.

રીક્ષા બળીને રાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ કરાતા સ્થાનિક અગ્નિ શામક દળના જવાનો અને રીજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જવાનો ત્યાં દોડી ગયા હતા. ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની સારવાર ચાલી રહી છે. મહિલાનાં મૃતદેહને પોસ્ટ-મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ આ ઘટનામાં તપાસ કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular