‘બજેટ વિકાસને વેગ આપનારું છે’

આ રોગચાળાના સમયમાં બજેટમાં ખર્ચ વધારવાનો અને નાણાકીય ખાધ વધવા દઈને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તે યોગ્ય છે. ગયા વર્ષે જીડીપીના 1.7 ટકાના સ્થાને આગામી વર્ષમાં જીડીપીના 2.5 ટકા મૂડીખર્ચ કરવાનું ઠરાવાયું છે જે બહુ મોટો આંકડો છે અને તે યોગ્ય દિશામાંનું પગલું છે. સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની ભારે વૃદ્ધિ થશે, કારણ કે કોર્પોરેટ વેરામાં અગાઉ કરાયેલો ઘટાડો ચાલુ રાખવામાં આવ્યો છે અને ડ્યુટી માળખાને સ્થાનિક ઉદ્યોગોતરફી બનાવવામાં આવ્યું છે.
એ ઉપરાંત આવાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને ટેક્સટાઈલ્સ ક્ષેત્રે અપેક્ષિત વધારાની ફાળવણીઓ કરવામાં આવી છે. ટેક્સ સ્ક્રૂટિની પર અંકુશ, પીએસયુના ખાનગીકરણનો સ્પષ્ટ ઈરાદો, બેડ લોન્સ માટે એઆરસીઝની રચના અને લેન્ડ બેન્ક્સના મોનિટાઈઝએશન એ યોગ્ય દિશાનાં પગલાં છે.
શેરબજારને સૌથી વધુ એ ગમ્યું કે સંપત્તિ વેરા અથવા ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ પરના એલટીસીમાં વધારા જેવી જોગવાઈઓ નથી. પ્રિન્ટમાં કોઈ ગરબડ ન હોય તો આ બજેટ સરળ અને .યોગ્ય પગલાં ધરાવતું છે. જોકે સરકારના વિસ્તૃત બોરોઈંગ કાર્યક્રમને પગલે બોન્ડ્સ યીલ્ડમાં અને ફુગાવાના દબાણમાં વધારો થશે.