Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsMumbaiબજેટ વિશેષઃ કેન્દ્રીય બજેટ-2021 અંગે નિષ્ણાતોનાં પ્રતિભાવ

બજેટ વિશેષઃ કેન્દ્રીય બજેટ-2021 અંગે નિષ્ણાતોનાં પ્રતિભાવ


‘નાણાંપ્રધાન નાના આસામીઓને પણ બજેટમાં રાહત આપી શક્યાં હોત’

દિલીપ લખાણી (ટેક્સ કન્સલ્ટન્ટ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ)

નાણાંપ્રધાન નિર્મલા સીતારામને આ બજેટમાં આવકવેરાના દરો તથા લઘુતમ કરપાત્ર આવકની મર્યાદામાં કોઈપણ ફેરફાર કર્યો નથી. નાના આસામીને કોઈપણ જાતની રાહત આ બજેટમાં આપવામાં આવી નથી. એવી આશા હતી કે પેન્ડામીકને લીધે મધ્યમ વર્ગ જેમ કે નોકરિયાત, નાના વેપારીઓ વગેરે ખૂબ જ મુશ્કેલીમાંથી પસાર થયા છે અને તેમનો ઘરખર્ચ તથા દવાઓ પાછળનો ખર્ચ પણ વધી ગયો છે, તેમને માટે નાણાપ્રધાને કોઈપણ રાહત આપી નથી. આનું કારણ એમ હોઈ શકે કે દેશ પાસે નાણાની સગવડ નથી પરંતુ આ કારણ સબળ નથી કારણકે સરકારે વર્ષ 2020-21માં રૂ.30,42,000 કરોડ ખર્ચવા માટે રાખ્યા હતા અને આ બજેટમાં રૂ.34,50,000 કરોડનો અંદાજ છે. આ બજેટમાં તો નાના આસામીને ઘણી રાહત આપી શકાત. કોઈ ફેરફાર ન કર્યા. ઈન્સ્યોરન્સ ક્ષેત્રે તથા બેકિંગ ક્ષેત્રે અમુક સુધારા સુચવાયા જેને કારણે બજાર ચાલી ગયું.

સિનિયર સીટિઝનો જેમની ઉમર 75 વર્ષની છે તેમની આવક ફક્ત પેન્શન તથા બેંક વ્યાજની હોય તો તેમણે આવકવેરાનું પત્રક ભરવું નહીં પડે. પરંતુ તેમની આવકમાંથી ટીડીએસ જરૂરથી કપાશે માટે આવકવેરામાં કોઈ બચત નહીં થાય પરંતુ તેમણે આવકવેરાનું પત્ર ભરવું નહીં પડે. આ સુધારો મામુલી ગણી શકાય. આનાથી કોઈ મોટી રાહત આપી નથી. આવકવેરા ધારામાં સિનિયર સીટિઝનની એક વ્યાખ્યા છે જ્યાં ઉંમર 60 વર્ષની ઉપરનાને સિનિયર સીટિઝન ગણવામાં આવે છે. આ સુધારામાં હવે 75 વર્ષની ઉમર ગણવામાં આવી છે. બીજા ઘણા કાયદા અથવા ઘણીવાર આવકવેરાનું પત્રક ભર્યું હોય તેનું પ્રમાણ માંગવામાં આવે છે. કોઈ એક્સીડન્ટનો ક્લેમ હોય તો આવકવેરાનું પત્રક ભર્યાનો પુરાવો માંગવામાં આવે છે. આને કારણે સિનિયર સીટિઝન માટે આ રાહત કદાચ કાગળ પર જ રહી જશે. આ રાહત ત્યારે જ મળશે જ્યારે સીનીયર સીટીઝનને પેન્શનની આવક હોવી જોઈએ. જો પેન્શનની આવક ન હોય તો આ કલમનો લાભ મળશે નહીં.

ડિવિડંડ આવક હવે શેરધારકોના હાથમાં કરપાત્ર થઈ ગઈ છે. REIT અને Invitને મળતા ડિવિડંડ પર કંપનીએ TDS કાપવો પડતો હતો. REIT Invit pass through સ્ટ્રક્ચર છે માટે નવા સુધારા પ્રમાણે કંપની TDS નહી. આ સુધારો આવકારદાયક છે. દરેક આસામીએ એડવાન્સ ટેક્સ ભરવો પડે છે અને તેની ગણતરી વખતે ડિવિડંડની આવક પણ ગણવી પડે છે. ડિવિડંડ ક્યારે મળશે તેનો આધાર કંપની પર છે. જ્યારે ડિવિડંડ જાહેર કરે ત્યારે જ મળે. હાલમાં ડિવિડંડ વર્ષની આખરમાં મળે તો પણ એડવાન્ડ ટેક્સ પહેલા ત્રણ હપ્તામાં ઓછો ભર્યો છે એમ ગણી વ્યાજ ભરવું પડે છે. આવા સુધારા પ્રમાણે ડિવિડંડની આવક થશે ત્યાર બાદ જ તેનો પર એડવાન્સ ટેક્સ ભરવો પડશે.

આવકવેરા… ફેર આકારણી માટેની 6 વર્ષની મર્યાદા હતી. નવા સુધારા પ્રમાણે હવે તે સમયમર્યાદા ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી છે. આ સુધારાથી આસામીની જુના વર્ષની આવકની ફેર આકારણી 3 વર્ષ ઉપર થઈ શકશે નહીં.

વેપારી જે ધંધો કરે છે તેણે તેના ચોપડા ફરજીયાત ઓડિટ કરાવવા પડે છે. ઓડિટ કરાવવાની લિમિટ પહેલા રૂ.1 કરોડના વેચાણની હતી, જે વધારીને રૂ.5 કરોડની કરવામાં આવી હતી. નવા સુધારા પ્રમાણે રૂ.10 કરોડની કરવામાં આવી છે. પરંતુ 95 ટકા ટ્રાન્ઝેક્શન્સ ચેક તથા ડિજિટલ મેથડથી થવા જોઈએ. નાના રિટેલ દુકાનદારો જે રોકડાનો માલ રીટેલરોને વેચે છે તેને કંઈ ફાયદો થશે નહીં કારણે કે 95 ટકા ટ્રાન્ઝેક્શન ચેક તથા ડિજિટલ મેથડથી નહીં થઈ શકે.

આવકવેરાની આકારણી તથા કમિશનર …. વિગેરેની વિગત કેવી રીતે મેળવશે તે જોવાનું છે.

નાણાપ્રધાને ફોરેન કંપનીને ઈન્સ્યોરન્સ ક્ષેત્રે 49 ટકાથી 74 ટકા સુધીના રોકાણ તથા તેમને મળતા ડિવિડંડ પર ટ્રીટી પ્રમાણે કર કપાતની રાહત આપી પરંતુ ભારતીય દેશના નાના વેપારી તથા મધ્યમ વર્ગના આસામીને રાહત કરવામાં કંજૂસાઈ કરી એમ કહી શકાય.

પીએફના વધુ વ્યાજ પર ટેકસ

કોઈપણ નોકરીયાત પોતાના પ્રોવીડન્ટ ફંડના ખાતામાં પોતાની મરજીથી વધુ રકમ જમા કરાવે તો તેના પર જે વ્યાજ મળે તે આવકવેરાને પાત્ર નથી. નવા સુધારા પ્રમાણે જો કોન્ટ્રીબ્યુશન રૂ.2,50,000થી વધુ હોય તો વધારાની રકમ ઉપર જે વ્યાજ મળે તે વ્યાજ હવે કરપાત્ર થશે. નોકરીયાત વર્ગને પોતાના પ્રોવીડન્ટ ફંડ ખાતામાં વધુ રકમ જમા કરવા માટે હવે કોઈ પણ ફાયદો થશે નહીં.

યુનીટ લીંક ઈન્સ્યોરન્સ સ્કીમ (ULIP)માં આજે આસામી ગમે તેટલા પૈસા રોકી શકે છે અને મેચ્યોરિટી વખતે જે રકમ મળે તે કરમાફ છે. નવા સુધારા પ્રમાણે નવી ULIP પોલીસીમાં જો રૂ.2,50,000થી વધુની રકમ દર વર્ષે રોકે તો રકમ તેને મેચ્યોરિટી વખતે મળે તો કરપાત્ર થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular