‘કંપની એક્ટમાં કાનૂની સુધારા બજારના સહભાગીઓ માટે કોમ્પ્લાયન્સ ખર્ચ ઘટાડશે’
સિક્યુરિટીઝ માર્કેટના કાયદાઓને કડક બનાવાયા છે, કંપની એક્ટ હેઠળના ગુનાઓનું ડીક્રિમીનલાઈઝેશન અને એલએલપી એક્ટ હેઠળ ડીક્રિમીનલાઈઝેશનની સૂચિત દરખાસ્ત ભારતીય કોર્પોરેટ ક્ષેત્રના કાનૂની માળખાને સરળ, વેપારતરફી બનાવશે અને અંતે તેને પગલે અનુપાલન ખર્ચમાં ઘટાડો થશે. સિક્યુરિટી માર્કેટ કોડ એનએફઆરએમાંની અગાઉની ચર્ચાને સુસંગત છે. બહુવિધ કાનૂનો, માર્ગદર્શિકાઓ અને નિયમનોને સ્ટ્રીમલાઈન કરવાની દિશામાં આ એક પગલું છે. જો આનો મુસદ્દો યોગ્ય રીતે ઘડાશે અને અમલ સારી રીતે થશે તો તેનાથી બજારના સહભાગીઓને લાભ થશે અને નિયમન માળખામાંના સંભવતઃ સંઘર્ષો નાબૂદ થશે. પરિણામે રોકાણકારો અને હિતધારકો માટે નીતિ સ્પષ્ટ બનશે.
– અર્કા મુકરજી (પાર્ટનર, જે. સાગર એસોસિયેટ્સ)