‘વીમાક્ષેત્રની કાયાપલટ એફડીઆઈ, આઈપીઓ મારફત નક્કી છે’

વીમા ક્ષેત્રે હવે માત્ર બે શબ્દ સાંભળવા મળશે, એફડીઆઈ અને આઈપીઓ. એફડીઆઈને પગલે સારી સર્વિસિંગ અને પ્રોસિજર્સ સરળ થશે. એલઆઈસીનો આઈપીઓ આવશે. આ આઈપીઓ દેશનો સૌથી જંગી આઈપીઓ બની રહેશે જેને પગલે એલઆઈસીની બ્રાન્ડ વેલ્યુ સુધરશે. હવે ઈન્સ્યુરન્સ પ્રતિનો આખો માઈન્ડસેટ બદલાઈ જશે. ઈન્સ્યુરન્સ માત્ર વેચવાની ચીજ નહીં, કુટુંબોનું રક્ષાકવચ છે. હવે ઈન્સ્યુરન્સ નાણાકીય સુરક્ષા માટેનો મુખ્ય વિષય બની રહેશે.