‘આરઈઆઈટીઝ અને ઈન્વઆઈટીઝ હવે રોકાણકારો માટે વધુ આકર્ષક બની રહેશે’
એફપીઆઈ દ્વારા આરઈઆઈટીઝ અને ઈન્વઆઈટીઝના ડેટ ફાઈનાન્સિંગની છૂટ આપવાની જાહેરાતનું ઈન્ડિયા આઈએનએક્સ સ્વાગત કરે છે. આના પગલે તેના લિસ્ટિંગ અને ટ્રેડિંગને વેગ મળશે અને ઈઝ ઓફ બિઝનેસમાં સુધારો થશે. એ ઉપરાંત આરઈઆઈટીઝ અને ઈન્વઆઈટીઝ પરના ડિવિડંડને કરમુક્તિ જાહેર કરાઈ હોવાથી તે વધુ આકર્ષક બનશે. એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓને અને આઈએફએસસી-ગિફ્ટમાં શિફ્ટ થનારી કંપનીઓને વધુ એક વર્ષ માટે ટેક્સ હોલિડે રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરશે અને ગિફ્ટ સિટી પ્રોજેક્ટને વેગવાન બનાવશે.