‘નેશનલ ગોલ્ડ એક્સચેંજ ખુલવાનો માર્ગ મોકળો થતાં જવેલર્સ-બુલિયન ડિલર્સોને ફાયદો થશે’

કેન્દ્રીય બજેટમાં નાણામંત્રીએ નેશનલ ગોલ્ડ એક્સચેંજ ચાલુ કરવાની જાહેરાત કરતાં હવે ટૂંક સમયમાં સેબીના નેજા હેઠળ નેશનલ ગોલ્ડ એક્સચેંજ શરૂ થશે તેવું ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસીએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ગોલ્ડ એક્સચેંજ ચાલુ કરવાની વાતો થતી હતી જેને માટે માર્ગ હવે મોકળો થયો છે. નેશનલ ગોલ્ડ એક્સચેંજ ચાલુ થયા બાદ ગોલ્ડ જવેલર્સ અને ડિલર્સોને ટ્રાન્સપરન્ટ રીતે સોનું મળતું થશે તેમજ પ્યોરિટીની ખાતરી મળશે જેનો ફાયદો આખી ઇન્ડસ્ટ્રીઝને મળશે. સોનાની ઇમ્પોર્ટ ડયુટીમાં થયેલા ઘટાડાના પ્રતિભાવમાં સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે બુલિયન ડિલર્સો અને જવેલર્સો પાસે પડેલા સ્ટોકની વેલ્યુ ઘટી જશે અને ડયુટી વધવાથી કે ઘટવાથી ડીમાન્ડમાં કોઇ ફેર પડતો નથી.