‘બજેટમાં સોના-ચાંદી ઇમ્પોર્ટ ડયુટીના ઘટાડાથી ભાવ, ઘટ્યા પણ પબ્લિકને વધુ ફાયદો નહીં થાય’

કેન્દ્રીય બજેટમાં સોનાની ઇમ્પોર્ટ ડયુટીમાં કરાયેલા ફેરફાર વિશે ઇન્ડિયન બુલિયન જવેલર્સ એસોસીએશનની મુંબઇ વીંગના પ્રેસિડન્ટ કુમાર જૈને જણાવ્યું હતું બજેટમાં સોના-ચાંદીની ઇમ્પોર્ટ ડયુટીમાં થયેલા ઘટાડાથી પબ્લિકને બહુ ફાયદો થયો નથી કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં સોના-ચાંદીમાં ભારે તેજી જોવા મળી છે. કેન્દ્રીય બજેટમાં સોનાની ડયુટી ૧૨.૫ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરતાં તેની અસરે સ્પોટ માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૦૦ રૂપિયા અને એમસીએક્સ ગોલ્ડ ફયુચરમાં સોનાનો ભાવ ૧૫૦૦ રૂપિયા ઘટયો હતો પણ આ ઘટાડો બહુ લાંબો ટકી શકશે નહીં. ચાદી ડોરે (રો)ની ઇમ્પોર્ટ ડયુટી ૧૧ ટકાથી ઘટાડીને ૬.૧ ટકા પ્લસ અઢી ટકા એગ્રીકલ્ચર સેસ લાગુ પાડતાં તેની અસરે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ૧૦૦૦નો ઘટાડો જોવા મળ્યો હતો.