‘બજેટ ચોક્કસ વિકાસલક્ષી છે’

બજેટમાં આ સારી જોગવાઈઓ છેઃ 75 કે એથી વધુ વયના કરદાતાઓને આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાંથી મુક્તિ, જો તેઓ માત્ર પેન્શન અને વ્યાજની આવક ધરાવતા હોય. ત્રણથી અધિક વર્ષ જૂના કેસ ખોલવામાં નહિ આવે. એફોર્ડેબલ હાઉસિંગ માટેની લોન પરના વ્યાજની ચુકવણીમાં કરરાહત, એનઆરઆઈઓને એબ્રોડમાં નિવૃત્તિ માટેના કોન્ટ્રિબ્યુશનમાં કરરાહત, ડિપોઝિટ ઈન્સ્યુરન્સ લિમિટમાં વધારો, ડિવિડંડ પરના ટીડીએસની નાબૂદી, સિક્યુરિટી માર્કેટ કોડ અને યુલિપને વેરાની બાબતમાં મ્યુચ્યુઅલ ફંડ સમકક્ષ બનાવાઈ. બજારે તો બજેટને આવકાર્યું છે હવે પ્રાર્થના કરીએ કે સાર્વત્રિક આર્થિક વિકાસ થાય.