Sunday, July 13, 2025
Google search engine
HomeNewsMumbaiબજેટ વિશેષઃ કેન્દ્રીય બજેટ-2021 અંગે નિષ્ણાતોનાં પ્રતિભાવ

બજેટ વિશેષઃ કેન્દ્રીય બજેટ-2021 અંગે નિષ્ણાતોનાં પ્રતિભાવ

‘બેન્કિંગ સેક્ટર માટે બેસ્ટ બજેટ’

દેવેન ચોક્સી (કે.આર. ચોક્સી સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર)

બેન્કિંગ સેક્ટર માટે બજેટ ફેન્ટાસ્ટિક છે. બેડ લોન્સ બેન્ક પબ્લિક સેકટર બેન્કોને તેમની બેલેન્સશીટ્સમાંથી ત્રણ લાખ કરોડથી અધિક બેડ લોન્સમાંથી છૂટકારો અપાવી શકે. ડીએફઆઈ આઈડીબીઆ હોઈ શકે છે, જે એલઆઈસીને સૂચિત લિસ્ટિંગ પૂર્વે મદદ કરે. બે પીએસબીનું ખાનગીકરણ બેન્ક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેન્કના કોન્સોર્ટિયમની આગેવાનીમાં હોઈ શકે છે. વિમા કંપનીના ખાનગીકરણની જે દરખાસ્ત છે તે એલઆઈસી માટેની હોઈ શકે. લિસ્ટેડ થશે ત્યારે એલઆઈસીનું માર્કેટ કેપિટલાઈઝેશન પાંચ લાખ કરોડ રૂપિયાથી અધિકનું હશે.

મારા મતે હવે ભારતના સોવેરિન રેટિંગમાં હકારાત્મક બદલાવ આવશે, કારણ કે ઈન્સ્યુરન્સ ક્ષેત્રમાં આશરે 2 લાખ કરોડ અને એઆરસી /એએમસી /એઆઈએફમાં આશરે 3 લાખ કરોડનું વિદેશી ભંડોળ આવશે.

મારા મતે ઉક્ત ક્ષેત્રોમાં ઊંચી ધિરાણ ખાધ સંતોષવા સરકારના ઊંચા બોરોઈંગ છતાં વિદેશી ફંડ આવવાને પગલે અંતે બેન્ક યીલ્ડ્સમાં ઘટાડો થશે.

ખાધને પૂરવા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો બજારોને થોડા સમય માટે નર્વસ રાખશે. કોઈ વદારાના કરવેરા લાદવામાં આવ્યા નથી એ સમચાર શેરબજાર માટે સારા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular