Thursday, May 22, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈ રેલવે પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું

મુંબઈ રેલવે પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું

મુંબઈઃ અત્રે રેલવે પોલીસ તંત્રનું ટ્વિટર એકાઉન્ટ આજે હેક થયું છે. રેલવે પોલીસ કમિશનર કૈસર ખાલિદે પોતે જ આ જાણકારી આપી છે. એમણે મુંબઈગરાઓને કહ્યું છે કે રેલવે પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે એટલે એની પર જે કંઈ નવા ટ્વીટ દેખાય તો એની પર વિશ્વાસ કરશો નહીં. આ સંદર્ભમાં અધિક માહિતી ટૂંક સમયમાં જ આપવામાં આવશે. તમામ તપાસ યંત્રણા સુસજ્જ છે. ટ્વિટર એકાઉન્ટને પણ વહેલી તકે પૂર્વવત્ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં સાઈબર ગુનાઓ સંબંધિત ઘટનાઓનું પ્રમાણ છેલ્લા કેટલાક દિવસોથી વધ્યું છે. અનેક સરકારી ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યાની ફરિયાદો થઈ છે. ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ હેક કરીને યૂઝર્સ સાથે નાણાકીય ઠગબાજી કરવાના કેસો વધ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular