Saturday, May 17, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈને ખાડામુક્ત કરવાના પ્લાનને લાગી બ્રેક

મુંબઈને ખાડામુક્ત કરવાના પ્લાનને લાગી બ્રેક

મુંબઈઃ આ મહાનગરના રસ્તાઓને ખાડા-મુક્ત કરવાના મ્યુનિસિપલ કમિશનર તથા પ્રશાસકોએ કરેલા સંકલ્પને બ્રેક લાગી ગઈ છે, કારણ કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ ખાડા પૂરવા માટેના રૂ. 5,800 કરોડની રકમના ટેન્ડરને રદ કર્યા છે.

મુંબઈમાં લગભગ 400 કિલોમીટર લાંબા રસ્તાઓનું સીમેન્ટ કોંક્રીટીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એ માટે મગાવવામાં આવેલા પાંચેય ટેન્ડર રદ કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર, રસ્તાઓના કોંક્રીટીકરણના કામ માટે ઘણો ઓછો પ્રતિસાદ મળતાં રૂ. 5,800 કરોડની ટેન્ડર પ્રક્રિયાને રદ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકા વહીવટીતંત્રએ ગયા ઓગસ્ટ મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી હતી. પરંતુ પાંચ ટેન્ડર માટે સાવ મામુલી પ્રતિસાદ મળ્યો છે તેથી સમગ્ર પ્રક્રિયાને રદ કરી દેવામાં આવી છે. હવે નવી સુધારિત ટેન્ડર પ્રક્રિયા તૈયાર કરવામાં આવશે. અત્યાધુનિક ટેક્નોલોજીનો સમાવેશ કરવાની બાબતને ધ્યાનમાં રાખીને નવી ટેન્ડર પ્રક્રિયા તૈયાર કરાશે, એમ મહાનગરપાલિકા વતી સ્પષ્ટતા કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular